Saturday, Sep 13, 2025

યુવકે લગ્ન બાદ ગુગલ સર્ચ કરતાં થયો ઘટસ્ફોટ, પત્ની કુખ્યાત ડોન નીકળી

3 Min Read

After the marriage, the young man did a Google

  • શાદીડોટકોમ પર મળેલી ‘સુશીલ’ મહિલા સાથે લગ્ન કરવા ભારે પડ્યા. લગ્નના છ મહિના બાદ ગુગલ સર્ચ કરતાં ભાંડો ફૂટ્યો. યુવકે જેની સાથે લગ્ન કર્યા તે કુખ્યાત ડોન હોવાનું સામે આવ્યું.

આધુનિક સમયમાં મેટ્રોમોનિયલ વેબસાઈટોમાંથી (Matronial Websites) જીવનસાથીની પસંદગી કરતા લોકો જીવનસાથીની પસંદગી પૂર્વે જો સંપૂર્ણ જાણકારી ન મેળવે તો તેના કેવા ખરાબ અંજામ આવી શકે તેનો લાલબત્તી સમાન કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. શાદી ડોટ કોમ (Shaadi.com) પરથી જીવનસાથીની પસંદગી કરતા લોકો પોરબંદરના યુવાનની સાથે બનેલા આ બનાવને જોઈને સબક લે તે જરુરી છે.

ત્યારે પોરબંદરના (Porbandar) આ યુવાનના જીવનમાં ખળભળાટ મચાવતો કિસ્સો તમને પણ ચોંકાવશે. પોરબંદરના મારાજબાગ પાસે રહેતા લોહણા યુવક વિમલ કારીયા (Vimal Kariya) પણ આવા જ લગ્નના કારણે હાલ પછતાય રહ્યો છે. શહેરના માણેકચોક શાક માર્કેટમાં (Vegetable Market) બટેટાનું વેચાણ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા વિમલ કારીયા લગ્ન કરવા માંગતા હોવાથી તેઓ શાદી ડોટ કોમમાં જીવનસાથીની શોધમાં હતા.

 આપવીતી જણાવતા વિમલ કારીયાએ જણાવ્યુ હતુ કે, મને રીટાએ એવું જણાવ્યું હતું કે, હું 13 વર્ષથી માત્ર નાળીયર પાણી પીને નવરાત્રી રહું છું. અવારનવાર તે વીડિયો કોલથી ત્યાંના ધાર્મિક સ્થળોના દર્શનો કરાવી મને ધાર્મિકતા બતાવી મને ફસાવ્યો હતો. લગ્ન માટે તે આસામના ગોહાટીથી ફ્લાઈટ વડે અમદાવાદ આવી હતી ત્યાર બાદ વિમલ તેને પોરબંદર લાવી અહીં પોરબંદરના આર્યસમાજમાં વિધીવિધાન સાથે લગ્ન કર્યા હતા. જે માટે લગ્ન ફોટોગ્રાફથી લઈને લગ્ન સર્ટિફીકેટ તમામ વસ્તુ વિમલ પાસે છે.

Share This Article