જો ૦.૦૦૧% પર ગરબડ થઈ હોય તો સ્વીકારી લો, સુપ્રીમ કોર્ટ ફરી NTAને ફટકાર લગાવી

Share this story

NEET UG પરીક્ષા પરિણામ ૨૦૨૪ના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનટીએની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે જો કોઈની તરફથી ૦.૦૦૧% પણ બેદરકારી હોય, તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી છે અને તેમની મહેનત અમે ભૂલી ના શકીએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનટીએને કહ્યું કે, ‘નીટ-યુજી વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓને તેમનો વિરોધ કરાય છે એ રીતે ના લેતા. જો પરીક્ષા યોજવામાં ભૂલ થઈ હોય તો સ્વીકારો અને તેમાં સુધારા કરો.’નોંધનીય છે કે, આ કેસમાં આગામી સુનાવણી આઠમી જુલાઈએ યોજાશે.

આ કેસની અન્ય અરજીઓ સાથે ૮મી જુલાઈએ વધુ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે NTAને ૮ જુલાઈના રોજ તૈયાર થવા માટે કહ્યું હતું. આ સાથે નવી અરજીઓ પર કેન્દ્ર અને NTAને પણ નોટિસ આપવામાં આવી છે અને બે સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવતા NTAને ચેતવણી આપી અને કહ્યું કે જો કોઈની તરફથી ૦.૦૦૧% બેદરકારી પણ થઇ હોય તો પણ તેની સામે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી છે અમે તેમની મહેનતને અવગણી શકીએ નહીં. કોર્ટે કહ્યું કે, કલ્પના કરો કે જે વ્યક્તિએ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે વધુ નુકસાનકારક થઇ શકે છે. બાળકો NEET દ્વારા પ્રવેશ મેળવવા માટે સખત અભ્યાસ કરે છે.

આ પણ વાંચો :-

અમિત શાહ અમદાવાદમાં હનુમાનના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરુ કર્યો

દિલ્હીમાં રોડ પર નમાજ પઢતા લોકોને લાત મારનાર સબ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ