HomeGujaratઆપ ગોપાલ ઇટાલીયાએ ધારાસભ્ય તરીકે લીધી શપથ, ઈસુદાન ગઢવી રહ્યા હાજર

આપ ગોપાલ ઇટાલીયાએ ધારાસભ્ય તરીકે લીધી શપથ, ઈસુદાન ગઢવી રહ્યા હાજર

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...
spot_img

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી બેઠક પર ભાજપ અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જીત થઈ હતી. આ બેઠક પરથી જીત્યા બાદ આજે ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં છે.

આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
ગોપાલા ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યાં હતાં. શપથવિધિ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અલગ-અલગ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગોપાલ ઈટાલીયાએ આજે સત્તાવાર રીતે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ તેમને આ અંગે શુભેચ્છાઓ પણ પાઠવી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

‘આપ’ કાર્યકર્તાઓએ કેશુભાઈ પટેલ જિંદાબાદના નારા લગાવ્યા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ દરમિયાન ભારત માતાકી જય, જય જવાન જય કિસાન, સાથે સાથે કેશુભાઈ પટેલ જિંદાબાદ તથા જય જય ગરવી ગુજરાતના નારા લગાવ્યાં હતા. ગોપાલ ઈટાલીયાએ મોરબીના ધારાસભ્યને એક ચેલેન્જ પણ આપી હતી. આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ શું ગોપાલ ઈટાલીયા કાંતિ અમૃતિયાને આપેલા ચેલેન્જ અંગે વિચાર કરશે કે કેમ? તે એક પ્રશ્ન છે. કારણે કે, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આ મામલે બે દિવસ પહેલા આકરા પાણીએ જોવા મળ્યાં હતાં. હવે બંને ધારાસભ્યો દ્વારા કેવા નિર્ણયો લેવામાં આવે છે તે જોવું રહ્યું!

Subscribe

Latest stories