HomeNationalબિહારમાં 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

બિહારમાં 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

ભાગલપુરમાં ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલનો એક ભાગ ત્રીજી વખત ધરાશાયી થવાની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સુલતાનગંજ-અગુવાની રૂટ પર આવેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. એસપી સિંગલા કંપની દ્વારા બનાવવામાં આવી રહેલો આ પુલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. પુલના નિર્માણમાં ગુણવત્તાહીન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સતત ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે, ભ્રષ્ટાચારના કારણે જ આ પુલ વારંવાર ધરાશાયી થઈ રહ્યો છે.

ઘટનાસ્થળે હાજર લોકોએ દાવો કર્યો હતો કે ગંગા નદીમાં આવેલા પૂર અને તેજ વહેણને લીધે 9 નંબરના પિલ્લર પર તૈયાર સુપર સ્ટ્રક્ચરનો અમુક ભાગ બચી ગયો હતો જે અચાનક ધસીને પાણીમાં સમાઈ ગયો. જેવો જ આ સ્ટ્રક્ચર ધરાશાયી થઇ પાણીમાં પડ્યો કે તરત જ એવો ધડાકા જેવો અવાજ આવ્યો કે આજુબાજુના રહેવાશીઓ ગભરાઈ ગયા હતા.

તમને જાણીને એ પણ નવાઈ થશે કે અગવાની સુલ્તાનગંજ ફોરલેન બ્રિજનો કોઈ હિસ્સો ધરાશાયી થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. અગાઉ 20 એપ્રિલ 2022ના રોજ રાત્રે પવનને લીધે પણ 5 નંબરનો પિલ્લર ધરાશાયી થઈ ગયો હતો. તેના પછી 4 મે 2023ના રોજ અગવાની તરફના પિલ્લર નંબર 9,10, 11, 12 ના સુપર સ્ટ્રક્ચરે જળસમાધિ લઈ લીધી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories