Saturday, Sep 13, 2025

રામ મંદિર પરિસરમાં AK-૪૭ની ગોળી માથા ઉપર વાગતાં કમાન્ડોનું મોત

2 Min Read

અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં એક SSF જવાનને આજે બુધવારે શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. રામજન્મભૂમિની સુરક્ષા માટે SSF જવાન તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, ગોળી કયા કારણોસર વાગી તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો અને ટ્રોમા સેન્ટરના તબીબે સૈનિકને મૃત જાહેર કર્યો હતો.

Ram Mandir

સૈનિકને સવારે લગભગ ૫ વાગે ગોળી વાગી હતી. સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર, SSF જવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. આ ઘટના બાદ રામજન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. ગોળી કેવી રીતે વાગી અને કોને ચલાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

જો કે, પોલીસ તપાસ કરી રહી છે કે, સૈનિકને આગળથી માથામાં કેવી રીતે ગોળી વાગી. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બધું સ્પષ્ટ થશે. સાથે જ મિત્રોએ જણાવ્યું કે, ઘટનાના થોડા સમય પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે મૃતક સૈનિકના પરિવારજનોને આ અંગે જાણ કરી છે. માહિતી મળતા જ પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :-

Share This Article