Home Blog

सतर्कता जागरूकता अभियान के अंतर्गत सेन्ट्रल बैंक ऑफ़ इंडिया, क्षेत्रीय कार्यालय, सूरत द्वारा वृक्षारोपण कार्यक्रम का आयोजन

सतर्कता जागरूकता अभियान के अंतर्गत सेन्ट्रल बैंक ऑफ़ इंडिया, क्षेत्रीय कार्यालय, सूरत द्वारा दिनांक 06 अक्टूबर 2026 को पाल लेक गार्डन, सूरत परिसर में पर्यावरण संरक्षण एवं जन-जागरूकता का संदेश प्रसारित करने के उद्देश्य से वृक्षारोपण कार्यक्रम का आयोजन किया गया।

कार्यक्रम का उद्देश्य पर्यावरण संरक्षण के साथ-साथ बैंक के अधिकारियों एवं कर्मचारियों में सामाजिक उत्तरदायित्व, सतर्कता एवं नैतिक मूल्यों के प्रति जागरूकता को बढ़ावा देना था। इस अवसर पर बैंक के अधिकारियों एवं कर्मचारियों द्वारा उत्साहपूर्वक पौधारोपण किया गया तथा पौधों के संरक्षण एवं नियमित देखभाल का संकल्प लिया गया।

कार्यक्रम के माध्यम से क्षेत्रीय प्रमुख श्री निशांत रंजन महोदय द्वारा यह संदेश दिया गया कि सतर्कता केवल वित्तीय एवं प्रशासनिक कार्यप्रणाली तक सीमित नहीं है, बल्कि सामाजिक एवं पर्यावरणीय जिम्मेदारियों के प्रति सजग रहना भी एक जिम्मेदार नागरिक एवं संस्था का दायित्व है।

सेन्ट्रल बैंक ऑफ़ इंडिया, क्षेत्रीय कार्यालय, सूरत द्वारा इस पहल के माध्यम से स्वच्छ, हरित एवं सतर्क समाज के निर्माण में अपनी प्रतिबद्धता व्यक्त की गई। उपस्थित अधिकारियों एवं कर्मचारियों ने पर्यावरण संरक्षण को अपनी दैनिक कार्यशैली एवं सामाजिक दायित्व का अभिन्न हिस्सा बनाने का संकल्प लिया।

यह वृक्षारोपण कार्यक्रम “सत्यनिष्ठा से समृद्धि” के संदेश के साथ पर्यावरण संरक्षण, सामाजिक उत्तरदायित्व एवं सतर्कता की भावना को जन-जन तक पहुँचाने की दिशा में एक सार्थक पहल रहा।

વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમ જવા માટે મળ્યા ₹5 કરોડ? જાણો વાયરલ દાવાની હકીકત

0

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં અનેક વખત દર્શન કરી ચૂક્યા છે. બંનેને મહારાજ સાથે વાતચીત કરતા અને સત્સંગમાં ભાગ લેતા પણ જોવા મળ્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થયો છે કે વિરાટ કોહલી અને અનુષ્કાને પહેલીવાર પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં જવા માટે ₹5 કરોડ આપવામાં આવ્યા હતા. જોકે, આ દાવાને સમર્થન આપતો કોઈ સત્તાવાર પુરાવો સામે આવ્યો નથી અને તેની સ્વતંત્ર પુષ્ટિ પણ થઈ નથી.

ક્યાંથી શરૂ થયો આ દાવો?

અહેવાલો અનુસાર, આ દાવો ‘ફલાહારી મહારાજ’ તરીકે જાણીતા દિનેશ શર્માએ કર્યો હતો. તેઓ શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ હોવાનું પણ જણાવવામાં આવે છે.

કથિત રીતે આ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને લખવામાં આવેલા એક પત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાવા મુજબ, પ્રોપર્ટી બિલ્ડર લોબી અને રાજસ્થાનની એક ખાનગી કંપનીએ વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં લાવવા માટે ₹5 કરોડ આપ્યા હતા. વિરાટ અને અનુષ્કા જાન્યુઆરી 2023માં પહેલીવાર આશ્રમ ગયા હોવાનું જણાવવામાં આવે છે.

દાવો કરનારાઓનું કહેવું છે કે આ પાછળનો હેતુ આશ્રમ અને પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા વધારવાનો હતો. જોકે, ₹5 કરોડની ચૂકવણી અંગે કોઈ નક્કર પુરાવો જાહેરમાં સામે આવ્યો નથી.

વિરાટ-અનુષ્કા અનેક વખત કરી ચૂક્યા છે દર્શન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ત્યારબાદ પણ અનેક વખત પ્રેમાનંદ મહારાજના દર્શન કરી ચૂક્યા છે અને તેમના સત્સંગમાં હાજરી આપી છે. વિરાટે પણ અનેક પ્રસંગોએ તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે.

આથી, હાલ ઉપલબ્ધ માહિતીના આધારે વિરાટ કોહલી અને અનુષ્કાને આશ્રમમાં જવા માટે ₹5 કરોડ મળ્યા હોવાનો દાવો માત્ર એક આરોપ તરીકે જ સામે આવ્યો છે. તેની પુષ્ટિ કરતો કોઈ વિશ્વસનીય સત્તાવાર પુરાવો ઉપલબ્ધ નથી.

‘CJP કાર્યકર્તાઓને પોલીસ નોટિસ આપી રહી છે’, 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શનને લઈને અભિજીત દિપકેનો દાવો

0

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ‘એક દેશ, એક રાજકીય પક્ષ’ સ્થાપવાનો ઈરાદો હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે ‘એક દેશ, એક ચૂંટણી’ માત્ર એક નારો છે અને સરકારનો હેતુ દેશમાં એક જ રાજકીય પક્ષ સ્થાપવાનો છે.

દિપકેએ વધુમાં દાવો કર્યો કે CJPના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે અને 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

‘મહારાષ્ટ્ર પોલીસ પાસેથી દિલ્હી પોલીસે શીખવું જોઈએ’

દિપકેએ કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ દેશની શ્રેષ્ઠ પોલીસ ફોર્સમાંની એક છે અને દિલ્હી પોલીસે તેમની પાસેથી શીખવું જોઈએ. જોકે, તેમણે દાવો કર્યો કે ચંદ્રપુર પોલીસે CJPના કાર્યકર્તાઓને નોટિસ આપી છે, જેમાં તેમને જંતર-મંતરના આંદોલનમાં ભાગ ન લેવા જણાવાયું છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને દિલ્હી જવાના ખર્ચના સ્ત્રોત અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

‘પોલીસને કેવી રીતે ખબર કે આંદોલન હિંસક બનશે?’

દિપકેએ સવાલ ઉઠાવ્યો કે પોલીસ પહેલેથી જ કેવી રીતે કહી શકે કે વિરોધ પ્રદર્શન હિંસક બની શકે છે. તેમણે CJP કાર્યકર્તાઓને કથિત રીતે હિંસા ભડકાવતી સોશિયલ મીડિયા પોસ્ટ ન કરવા અપાયેલા પોલીસના નિર્દેશ પર પણ સવાલો ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે CJP મહાત્મા ગાંધી અને ડૉ. બી.આર. આંબેડકરના વિચારોની વાત કરે છે, તો શું તેને પણ હિંસક માનવામાં આવે છે?

CJPએ અગાઉ ઇન્ડી બ્લોકના વિરોધ પ્રદર્શનનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે 10 ઓક્ટોબરનું તેનું આંદોલન કોઈ એક સંગઠનના નેતૃત્વ હેઠળનો કાર્યક્રમ નહીં, પરંતુ યુવાનોના વ્યાપક આહ્વાન તરીકે જોવું જોઈએ.

દિલ્હીમાં વિપક્ષનો વિરોધ ઉગ્ર, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે નેતાઓ ધરણા પર

0

નવી દિલ્હી: મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓના મુદ્દે મંગળવારે દિલ્હીમાં વિપક્ષી દળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. INDIA બ્લોકના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢ્યો હતો.

વિપક્ષી નેતાઓનો માર્ચ સંસદ માર્ગ નજીક પોલીસે અટકાવ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ સહિતના નેતાઓ અને સાંસદોએ રસ્તા પર ધરણા શરૂ કર્યા હતા. કેટલાક નેતાઓને પોલીસે અટકાયતમાં પણ લીધા હતા.

આ વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત INDIA બ્લોકના અનેક નેતાઓ જોડાયા હતા. નેતાઓએ ચૂંટણી પંચ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે સુરક્ષા વ્યવસ્થાને કારણે તેમને રોકવામાં આવ્યા હતા.

વિપક્ષે SIR પ્રક્રિયા રદ કરવાની, કથિત રીતે દૂર કરાયેલા મતદારોના નામ પુનઃસ્થાપિત કરવાની અને CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે. વિપક્ષી દળો મતદાર યાદી પ્રક્રિયામાં પારદર્શિતા અને કથિત ગેરરીતિઓ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.

બીજી તરફ, ચૂંટણી પંચે મતદાર નોંધણીના ફોર્મ-6માં ફેરફાર કરાયો હોવાના આરોપ અંગે સ્પષ્ટતા કરી છે કે ફોર્મ-6માં ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ SIR પ્રક્રિયા અંતર્ગત તેની સાથે પૂરક ઘોષણા ફોર્મ ઉમેરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આ વિરોધને પગલે સંસદ, વિજય ચોક અને ચૂંટણી પંચની કચેરી આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.

દર કલાકે એલોન મસ્‍કની સંપત્તિમાં થઈ રહ્યો છે આટલા કરોડનો વધારો ! આંકડો જાણીને ચોંકી જશો

0

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં છેલ્‍લા નવ મહિનામાં સરેરાશ આશરે દરરોજ 10900 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. ગયા સોમવારે પણ મસ્કની સંપત્તિમાં 62.6 અબજ ડોલરનો વઘધારો થયો હતો. મતલબ કે તેની સંપત્તિમાં એક જ દિવસમાં 6.8 ટકાનો વધારો થયો ગણાય. આ વધારા સાથે મસ્કની સંપત્તિ 977 અબજ ડોલર થઈ છે. બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સના મતે ગઈ 12 ઓગષ્ટ પછી મસ્કની સંપત્તિમાં એક દિવસમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. તેની આ વર્ષની અત્યાર સુધીની કુલ કમાણી ધ્યાનમાં લઈએ તો દર કલાકે તેની સંપત્તિમાં 454 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

મસ્કની કમાણીમાં દર કલાકે થયેલા વધારાની ભારત સાથે સરખામણીએ કરીએ તો દેશમાં મસ્કની એક કલાકની કમાણીમાંથી 405 કિલોમીટરના રસ્તા બનાવી શકાય કે કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયો જેવી 31 ઈમારતો બાંધી શકાય કે 10 કરોડના ખર્ચે એક નાની કે મધ્યમ હોસ્પિટલ બને તો એવી 45 હોસ્પિટલો બનાવી શકાય.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રાજીનામું આપી દીધું

0

તાજેતરમાં 2026 એશિયન ગેમ્સમાં ભારતને વિમેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ અપાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટના કેપ્ટન તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

હરમનપ્રીત કૌરે મિતાલી રાજ પછી કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ગયા વર્ષે ભારતને પ્રથમ ODI વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યું હતું. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ત્રણેય ફોર્મેટમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. હરમનપ્રીતે કહ્યું છે કે આ નિર્ણય સરળ નહોતો. તેણીએ લખ્યું, “આજે, હું ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપી રહી છું. આ સરળ નિર્ણય નથી. તે તેની સાથે યાદો, ક્ષણો, લાગણીઓ અને બલિદાન વહન કરે છે જે મારા બાકીના જીવન માટે મારી સાથે રહેશે.”

તેણે લખ્યું, “મેં મારી પાસે જે કંઈ હતું તે આ ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટને આપ્યું છે – મારું લોહી, મારો પરસેવો, મારો સમય, ક્યારેક, મારી રમતનો એક ભાગ અને મારા જીવનનો હેતુ. એવી ક્ષણો આવી છે જ્યારે મેં મારી વ્યક્તિગત સિદ્ધિઓ, વ્યક્તિગત વિકાસ, હું મારા માટે જે ઇચ્છતી હતી તેને બાજુ પર રાખી દીધી છે કારણ કે હું માનતી હતી કે ટીમ પહેલા આવે છે.”

Video : એક શરીર, 2 માથા અને 4 આંખો! ગુજરાતમાં મળ્યો અત્યંત દુર્લભ ‘બે મોઢાવાળો’ સાપ

દાહોદમાં કુદરતનો અનોખો ચમત્કાર જોવા મળ્યો છે. અહીં બે માથાવાળા અત્યંત દુર્લભ સાપના બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં આ પ્રકારનો આ પહેલો અને ભારતમાં અત્યાર સુધીનો પાંચમો કેસ છે.

ગુજરાતના દાહોદ જિલ્લામાંથી એક ચોંકાવનારો અને દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. ધાનપુર તાલુકાના અગસવાણી ગામના એક ખેતરમાં આશરે 6 ઈંચ લાંબું બે માથાવાળું સાપનું બચ્ચું મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ જાણ કરતાં દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.

શા માટે આ સાપ છે આટલો દુર્લભ?

રેસ્ક્યૂ કરાયેલા સાપને વુલ્ફ સ્નેક હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના એક જ શરીર પર બે અલગ-અલગ માથા અને ચાર આંખો છે. કુદરતની આ અનોખી રચનાએ સ્થાનિક લોકો ઉપરાંત નિષ્ણાતોનું પણ ધ્યાન ખેંચ્યું છે.

પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ વુલ્ફ સ્નેક બિનઝેરી સાપ છે. એટલે કે તે ઝેરી સાપની જેમ મનુષ્ય માટે જીવલેણ જોખમ ઊભું કરતો નથી. માત્ર 6 ઈંચ જેટલા આ નાના સાપને જોઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

ગુજરાતમાં પ્રથમ વખત આવો કેસ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં બાઈસેફેલી (Bicephaly) કહેવામાં આવે છે. તેમાં એક જ શરીર પર બે માથાં વિકસે છે અને બંને માથાંની ચાર આંખો હોય છે.

માહિતી અનુસાર, આનુવંશિક અસામાન્યતાને કારણે લાખોમાંથી કોઈ એક જીવમાં આવી રચના જોવા મળે છે. આવા સાપમાં બંને માથાં સાથે અલગ-અલગ મગજ અને નર્વસ સિસ્ટમ વિકસેલી હોઈ શકે છે.

બે માથાવાળા સાપનું જીવન કેટલું હોય છે?

બે માથાવાળા જીવમાં બંને માથાં અલગ રીતે પ્રતિક્રિયા કરી શકે છે. જેના કારણે ખોરાક મેળવવા, દિશા નક્કી કરવા અને હલનચલનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ કારણોસર આવા જીવોનું કુદરતી જીવન સામાન્ય રીતે પડકારજનક રહે છે.

રેસ્ક્યૂ કરાયેલા આ સાપની ઉંમર આશરે એક વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ, દાહોદમાં આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત સામે આવ્યો છે.

ભારતમાં અત્યાર સુધી બે માથાવાળા 2 કોબ્રા અને 3 વુલ્ફ સ્નેક મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ આ દુર્લભ સાપની યોગ્ય દેખરેખ અને સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બ્લેક સીમાં કોમર્શિયલ જહાજ પર હુમલો, 3 ભારતીય ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ, 2 વિદેશી નાગરિકોના મોત

સમુદ્રમાં ફરી એકવાર કોમર્શિયલ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. બ્લેક સીમાં MV ROYAD MAMMADOV જહાજ પર થયેલા હુમલામાં બે વિદેશી ક્રૂ મેમ્બરના મોત થયા છે, જ્યારે ત્રણ ભારતીય ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો છે. ત્રણેય ભારતીયોને સારવાર માટે રોમાનિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

MV ROYAD MAMMADOV જહાજ પર હુમલો

રોમાનિયામાં આવેલા ભારતીય દૂતાવાસે જણાવ્યું કે બ્લેક સીમાં MV ROYAD MAMMADOV પર હુમલો થયા બાદ કેટલાક ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે રોમાનિયા લઈ જવાયા હતા. દૂતાવાસે પુષ્ટિ કરી છે કે ત્રણેય ભારતીય નાગરિક સુરક્ષિત છે. એક ભારતીય ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત છે અને તેની સારવાર ચાલી રહી છે.

ભારતીય રાજદૂતે ભારતીય ક્રૂ મેમ્બરો સાથે વાત કરી

રોમાનિયામાં ભારતના રાજદૂત મનોજ મોહપાત્રાએ કોન્સ્ટાન્ટા કાઉન્ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણેય ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી. હોસ્પિટલના મુખ્ય તબીબે જણાવ્યું કે ત્રણેયની સ્થિતિ સારી છે અને તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે હોસ્પિટલ અને સંબંધિત અધિકારીઓના સતત સંપર્કમાં છે તથા ભારતીય ક્રૂ મેમ્બરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

કોમર્શિયલ શિપિંગની સુરક્ષા પર ફરી સવાલ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે બ્લેક સી, રેડ સી અને પર્સિયન ગલ્ફ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર કોમર્શિયલ જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોમર્શિયલ જહાજો અને નાવિકો પર થતા હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યા હતા.

UNમાં જયશંકરે ઉઠાવ્યો હતો મુદ્દો

એસ. જયશંકરે 81મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પોતાના સંબોધન દરમિયાન કોમર્શિયલ શિપિંગ અને નાવિકો પર થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગલ્ફ અને રેડ સીથી લઈને બ્લેક સી સુધી કોમર્શિયલ જહાજો અને નાવિકો પર હુમલા થયા છે, જેમાં ભારતીય નાવિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિપિંગ અને નાવિકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સંપૂર્ણ પાલન જરૂરી છે.

આ પહેલા પણ ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય જહાજ MT El Gaia પર હુમલો થયો હતો. જહાજમાં સવાર 14 ક્રૂ મેમ્બરોમાંથી 13ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક ક્રૂ મેમ્બર લાપતા થયો હતો. ભારતે આ હુમલાની આકરી નિંદા કરી હતી.

LPG સિલિન્ડર બચાવવો છે તો આજે જ બદલો રસોઈની આ આદતો!

0

મોંઘવારીના આ સમયમાં ઘરનું બજેટ જાળવવું એ દરેક પરિવાર માટે મોટો પડકાર બની ગયો છે. તેમાં પણ જો ઘરનો LPG સિલિન્ડર મહિનો પૂરો થતા પહેલાં જ ખાલી થઈ જાય, તો ખિસ્સા પર મોટો બોજ પડે છે. જો તમારા ઘરમાં પણ ગેસ સિલિન્ડર ધારણા કરતાં વહેલો પૂરો થઈ જતો હોય, તો તેના માટે માત્ર વધતા ભાવ જ નહીં પરંતુ રસોડામાં રસોઈ બનાવતી વખતે અજાણતા થતી કેટલીક ભૂલો પણ જવાબદાર હોઈ શકે છે. આદતોમાં થોડો ફેરફાર કરીને તમે દર મહિને ગેસની મોટી બચત કરી શકો છો.

ગેસની બચત કરવાની શરૂઆત રસોડાના સાધનોની યોગ્ય જાળવણીથી થાય છે. ગંદા બર્નરના છિદ્રોમાં કચરો જમા થવાથી ગેસ પૂરી ક્ષમતાથી સળગતો નથી અને તેનો વ્યય થાય છે, તેથી અઠવાડિયામાં એકવાર બર્નરની યોગ્ય સફાઈ કરવી જરૂરી છે. આ ઉપરાંત, ખોરાક રાંધતી વખતે ખુલ્લા વાસણોને બદલે પ્રેશર કૂકરનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. એક અંદાજ મુજબ, કૂકરમાં રસોઈ કરવાથી સમય બચે છે અને આશરે ૩૦ થી ૫૦ ટકા સુધી ગેસની પણ બચત થાય છે.

રસોઈ માટે વાસણની પસંદગી પણ ગેસ વપરાશ પર સીધી અસર કરે છે. રસોઈ માટે હંમેશાં સમતલ (ફ્લેટ) તળિયું ધરાવતા વાસણો જ પસંદ કરવા જોઈએ જેથી ગરમી સમાન રીતે ફેલાય. નાના વાસણને મોટા બર્નર પર અને મોટા વાસણને નાના બર્નર પર રાખવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો ઝડપથી રસોઈ બનાવવા માટે ગેસ ફૂલ આંચ પર રાખે છે, પરંતુ વધુ પડતી આંચ ગરમીને વાસણની બહાર ફેંકી દે છે. તેથી હંમેશાં મધ્યમ કે ધીમી આંચ પર જ રસોઈ બનાવવાની ટેવ પાડવી જોઈએ.

છેલ્લે, કેટલીકવાર સિલિન્ડર ઝડપથી ખાલી થવાનું કારણ આપણી બેદરકારી નહીં પરંતુ ગેસ પાઈપ કે રેગ્યુલેટરમાંથી થતું સૂક્ષ્મ લીકેજ હોઈ શકે છે. આથી રબર પાઈપમાં પડેલી તિરાડ અને રેગ્યુલેટરની સમયાંતરે તપાસ કરવી સુરક્ષા અને બચત બંને માટે અનિવાર્ય છે. રસોડાની આ સરળ અને વ્યવહારુ ટિપ્સ અપનાવીને તમે સિલિન્ડરનું આયુષ્ય લંબાવી શકો છો અને ગેસના બગાડ સાથે પોતાના નાણાં પણ બચાવી શકો છો.

યાદશક્તિ અને વર્તનનું રહસ્ય ખોલનાર 3 વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર , જાણો શું છે ઓપ્ટોજેનેટિક્સ?

માણસનું મગજ યાદો, લાગણીઓ અને વર્તનનું નિર્માણ કેવી રીતે કરે છે, તે રહસ્ય હવે વણઉકેલ્યું નથી રહ્યું. પ્રકાશના કિરણોથી મગજના જટિલ કોષોને નિયંત્રિત કરવાની ક્રાંતિકારી શોધે તબીબી વિજ્ઞાનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ અદભુત કાર્ય માટે આજે સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્લ ડિસેરોથ, પીટર હેગમેન અને જ્યોર્જ નાગેલને ફિઝિયોલોજી અથવા મેડિસિન (તબીબી વિજ્ઞાન) ક્ષેત્રે 2026 ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ ત્રણેય વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે ‘લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ’ અને ‘ઓપ્ટોજેનેટિક્સ’ (Optogenetics) પર કરેલી તેમની મહત્ત્વપૂર્ણ શોધો માટે આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ઓપ્ટોજેનેટિક્સ એક એવી આધુનિક અને જટિલ તકનીક છે, જેના માધ્યમથી સંશોધકો પ્રકાશનો ઉપયોગ કરીને ચેતાકોષો (Nerve cells) ની પ્રવૃત્તિને ચાલુ કે બંધ કરી શકે છે. આ પદ્ધતિની મદદથી ન્યુરલ સર્કિટ્સ આપણી યાદશક્તિ અને વર્તનને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનો અત્યંત ઝીણવટભર્યો અભ્યાસ શક્ય બન્યો છે.

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાતા આ નોબેલ પુરસ્કારમાં વિજેતાઓને 1.2 કરોડ (12 મિલિયન) સ્વીડિશ ક્રોનર (અંદાજે 11.51 કરોડ ભારતીય રૂપિયા) ની ઇનામી રકમ આપવામાં આવશે, જે ત્રણેય વૈજ્ઞાનિકો વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવશે.

વિજેતા વૈજ્ઞાનિકો અને તેમનું યોગદાન:

કાર્લ ડિસેરોથ (Karl Deisseroth): 1971 માં જન્મેલા કાર્લ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે ઉંદરના ચેતાકોષોમાં ‘ચેનલરોડોપ્સિન’ (Channelrhodopsin) જીન દાખલ કરીને સાબિત કર્યું કે વાદળી પ્રકાશ ફેંકીને નર્વ સિગ્નલ્સને સક્રિય કરી શકાય છે. 2007 માં તેમણે જીવતા ઉંદરના મગજમાં પણ આ પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

પીટર હેગમેન (Peter Hegemann): 1954 માં જન્મેલા જર્મનીની હમ્બોલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર હેગમેને સૌપ્રથમ એ શોધ્યું કે એકકોષીય શેવાળ (Chlamydomonas) પ્રકાશ તરફ કેવી રીતે આકર્ષાય છે. તેમના સંશોધને જ ‘ચેનલરોડોપ્સિન’ પ્રોટીનની ચોક્કસ ઓળખ આપી હતી.

જ્યોર્જ નાગેલ (Georg Nagel): 1953 માં જન્મેલા અને વુર્ઝબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર નાગેલે પીટર હેગમેન સાથે મળીને ‘ચેનલરોડોપ્સિન’ પર કામ કર્યું અને સાબિત કર્યું કે આ પ્રોટીન અન્ય કોષોને પણ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકે છે.

આ ઐતિહાસિક શોધે વિશ્વભરની લેબોરેટરીઓમાં મગજનાં વણઉકેલ્યા રહસ્યો ખોલવા માટેના નવા રસ્તાઓ ઉઘાડી દીધા છે. અત્યારે ક્લિનિકલ મેડિસિનમાં દૃષ્ટિહીન લોકોની આંખોની રોશની પાછી લાવવાના પ્રયાસોમાં પણ આ પદ્ધતિનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. નોબેલ કમિટીના મતે, આ પુરસ્કાર ખરેખર માનવ મગજની જટિલ કાર્યપ્રણાલીને સમજવાની દિશામાં એક મોટી ક્રાંતિ છે.