HomeAstrologyમીન રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય,...

મીન રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય, પંચાંગ અને શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી

Date:

Related stories

spot_img

મીન :

માનસિક અને શારીરિક તંદુરસ્તી : અહીં નવેમ્બર 2026માં તંદુરસ્તીની કાળજી રાખવી, પેટની તકલીફ થઈ શકે છે, નાની ઈજા થઈ શકે છે. આરોગ્ય બાબતે ડિસેમ્બર 2026થી સામાન્ય સુધારો આવશે અને 7 જુલાઈ, 2027થી વધારે સુધારો આવશે. આ વર્ષ દરમિયાન તમારું આરોગ્ય સુધારા પર રહેશે. નવેમ્બર 2026થી જૂન મહિના સુધીમાં નાની સર્જરી થાય એવી શક્યતા પણ છે અને એ સર્જરી મોટે ભાગે સફળ રહેશે. નવેમ્બર 2026થી લગભગ 8 મહિના સુધીમાં નાની ઈજા થાય એવી શક્યતા છે, એ બાબતે કાળજી રાખવી. હાલમાં જન્મના ચંદ્ર પરથી શનિનું ગોચર ભ્રમણ હોવાથી માનસિક દબાણ જેવું લાગે, તણાવ લાગે અને 3 જૂન પછી શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે જેથી કરીને રાહતનો અનુભવ થશે.
15 માર્ચ, 2027થી 15 એપ્રિલ, 2027ની વચ્ચે માનસિક તણાવ વધી જાય એવી શક્યતા છે. ડિસેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે ગર્ભવતી મહિલાઓએ પોતાની તંદુરસ્તીની કાળજી રાખવી, ખોટી દોડભાગ કરવી નહીં અને ડોક્ટરની સલાહ અનુસાર આગળ વધવું. સાથે સાથે વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી બને છે. જૂન 2027થી મીન રાશિવાળા ઘણા જાતકોને દાંતનો દુખાવો વધી શકે છે. આ વર્ષ દરમિયાન લીવર અને બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતા દર્દીઓએ વધુ કાળજી રાખવી. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મંગળની વક્રી પરિસ્થિતિ નાનો અકસ્માત કે નાની ઈજા કરાવી શકે છે. આ બધી મુસીબતોથી બચવા માટે નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદરકાંડના પાઠ કરવા.
આર્થિક સ્થિતિ અને વ્યવસાય : એપ્રિલ 2022થી એપ્રિલ 2030 સુધી શનિની મોટી પનોતી છે. હાલમાં શનિની પનોતીનો બીજો તબક્કો છે. 3 જૂનથી શનિની પનોતીનો ત્રીજો તબક્કો ચાલુ થશે. છતાં પણ મીન રાશિમાં ડિસેમ્બર 2026થી ધીમી ગતિએ કારકિર્દીમાં પ્રગતિ થશે. અહીં જૂન 2027થી 2027ની દિવાળી સુધી વધારે પ્રગતિ થશે. નોકરી માટે ઈચ્છુક યુવાનોને સારી નોકરી મળી શકે એવી શક્યતા છે. અહીં નવેમ્બર 2026થી નવેમ્બર 2027 સુધીમાં સારી નોકરી મળે એવી શક્યતા છે. જો કોઈ વ્યક્તિ લોન લેવા માટે ઈચ્છુક હશે તો આ સમયગાળામાં લોન મળી જશે. જૂના અટકેલા આર્થિક કામો પૂરા થશે. જો કોઈ કાયદાકીય કામ ઘણા વર્ષોથી અટકેલું હોય તો એ કામ પણ આ સમયગાળામાં પૂરું થશે.
ઓવરઓલ જોઈએ તો ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 અને જૂન 2027થી નવેમ્બર 2027નો સમય ઘણો સારો રહેશે. આર્થિક બાબતે, વ્યવસાયિક બાબતે અથવા નોકરી વિષયક બાબતે જો તમે 24 જૂન, 2027થી 24 નવેમ્બર, 2027ની વચ્ચે કોઈ નિર્ણય લેશો તો એ સલામતીભરેલો રહેશે જેથી કરીને જો કોઈ કામ જોખમકારક લાગતું હોય તો થોડી રાહ જોવી. જો તમે કોઈ નવી તક માટે રાહ જોતા હોય તો નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027ની વચ્ચે નાની તક મળે એવી શક્યતા છે અને જૂન 2027થી નવેમ્બર 2027ની વચ્ચે કોઈ નવી તક મળે એવી શક્યતા વધારે છે. મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોવાથી તમારું કામ થોડું ધીમી ગતિએ થશે અને 3 જૂન, 2027થી પનોતીનો ત્રીજો અને અંતિમ તબક્કો શરૂ થશે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થોડી આવક થશે, જો કોઈ જૂની ઉઘરાણી બાકી હોય તો એ ઉઘરાણી આવી શકે છે ત્યારબાદ ફરી જૂન 2027થી નવેમ્બર 2027ની વચ્ચે પણ ઉઘરાણી થાય અને આવક થાય એવા દિવસો છે.
લગ્નજીવન અને પ્રેમસંબંધ : આ વર્ષે લગ્ન માટે જૂન 2026થી જૂન 2027 સુધી અનુકૂળ સમય છે, એ પછી ફરી પાછો નવેમ્બર 2027થી લગ્ન માટે યોગ્ય સમય છે. આ સમયમાં લગ્ન થઈ શકે છે અથવા લગ્નની વાત નક્કી થઈ શકે છે પરંતુ નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે જો કુંડળી નહીં મળતી હોય તો સગાઈ (એંગેજમેન્ટ) તૂટવાની સંભાવના પણ છે જેથી કરીને ખોટી ઉતાવળ કરવી નહીં, બે વાર વિચારીને અને કુંડળી મેળવીને લગ્ન કરવા યોગ્ય છે. જો કુંડળી મળી જાય તો પણ યુવક અને યુવતીને એકબીજા સાથે વાતચીત કરવાનો થોડો સમય આપવો અને એ પછી લગ્નની વાત પાકી કરવી.
નવેમ્બર 2026થી એક વર્ષ સુધી લવ બ્રેકઅપ થવાની શક્યતા પણ રહે છે. ખાસ કરીને ફેબ્રુઆરીથી નવેમ્બર 2027ની વચ્ચે બ્રેકઅપ થવાની શક્યતા વધારે છે. જો આમ થાય તો ડિપ્રેશનમાં જવું નહીં અને માનસિક મૂંઝવણમાંથી બહાર નીકળીને આગળ વધવું.
સંતાન : તમને તમારા બાળકોના આરોગ્ય વિશે થોડી ચિંતા થશે, તમારી ચિંતા બિનજરૂરી હોઈ શકે છે. તમારા બાળકો ભણવા માટે અથવા પૈસા કમાવા માટે તમારાથી દૂર જાય એવું પણ શક્ય છે. જો તમારા બાળકો વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હોય તો વિદેશના વિઝા પણ મળી જાય એવી શક્યતા છે. ગર્ભવતી મહિલાઓએ તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું.
માતા-પિતા : તમારા પિતાની હેલ્થમાં જુલાઈ 2027થી સુધારો થશે પરંતુ મે 2027થી નવેમ્બર સુધી માતાની તંદુરસ્તીમાં ગડબડ થઈ શકે છે.
સામાજિક : સામાજિક બાબતે મિત્રો સાથે અથવા પડોશી સાથે વાદવિવાદ થઈ શકે છે. આ બધી બાબતોમાં વ્યવહારકુશળ બનીને આગળ વધવું, તમારા મોટા ભાઈ અથવા નાના ભાઈ સાથે વાદવિવાદ પણ થઈ શકે છે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે એમને માટે અઘરા દિવસો છે.
ઘર અને મિલકત : મકાન, વાહન, જમીન, મિલકત બાબતે આ વર્ષે અઘરા દિવસો છે છતાં પણ જો તમારી ઈચ્છા હોય તો નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે તમે લોનના આધારે નવી મિલકત ખરીદી શકો છો અથવા જૂની મિલકતનું રીનોવેશન પણ કરાવી શકો છો. જો મિલકતની બાબતમાં તમારો કોઈ જૂનો કેસ ચાલતો હોય તો ડિસેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે એ કેસનો ઉકેલ આવશે. મિલકત ખરીદવા માટે જૂન 2027થી નવેમ્બર 2027ની વચ્ચે વધારે અનુકૂળ દિવસો છે, આ સમય દરમિયાન તમે મોટું વાહન પણ ખરીદી શકો છો.
વિદ્યાર્થીજીવન : વિદ્યાર્થીઓના જીવનમાં આ વર્ષે પરિવર્તન આવશે, ફિલ્ડ બદલવાની ઈચ્છા થાય તેવી શક્યતા છે. જો ખરેખર ફિલ્ડ બદલવું જરૂરી લાગતું હોય તો બે વાર વિચારીને અને કોઈકની સલાહ લઈને નિર્ણય લેવો. આ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા માટે વધુ મહેનત કરવી પડશે પરંતુ જો કોઈ વિદ્યાર્થીને વિદેશના વિઝા જોઈતા હોય તો વિઝા મળી જાય એવી શક્યતા વધારે છે. જે વિદ્યાર્થીઓ રમતગમત સાથે જોડાયેલા છે એમણે મેચ જીતવા માટે વધારે મહેનત કરવી પડશે. આ વર્ષ દરમિયાન મીન રાશિના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2027થી નવેમ્બર 2027 કોમ્પિટિશન જીતવા માટે સારા દિવસો છે. તમારે રોજ ગણપતિના પાઠ કરવા.
કાયદાકીય અને કોર્ટકચેરી : કાયદાકીય અને કોર્ટકચેરી બાબતે નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 સુધી હજુ થોડા અઘરા દિવસો છે પરંતુ તમારું કામ આ સમયમાં થઈ શકે છે ત્યારબાદ જૂનથી નવેમ્બર 2027 સુધીમાં તમારું કામકાજ થઈ જાય એવી શક્યતા વધારે છે. આ સમયમાં તમને કોર્ટ કેસમાં જીત મળે તથા તમારા કામકાજ માટે જરૂરી લાયસન્સ તમને મળી જાય એવી શક્યતા પણ છે.
શેરબજાર : આ વર્ષ દરમિયાન તમારે શેરબજારમાં ખૂબ જ સાચવીને આગળ વધવાનું છે. જે લોકો ઇન્ટ્રા-ડે કરે છે અથવા તો વાયદાનો વેપાર કરે છે એ બધાને નુકસાની થઈ શકે છે. જે લોકો લાંબા સમય માટેનું રોકાણ કરે છે એમને લગભગ એક વર્ષ પછી સારો નફો થઈ શકે છે.
વિદેશપ્રવાસ : ડિસેમ્બર 2026થી આવતી દિવાળી સુધી વિદેશપ્રવાસ માટે અનુકૂળ ગ્રહો છે અને જૂન-જુલાઈ 2027થી વિદેશ જવાની શક્યતા અથવા પ્રવાસની શક્યતા વધારે છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પ્રવાસ દરમિયાન નાનો હેલ્થ પ્રોબ્લેમ આવે એવી શક્યતા પણ છે જે બાબતે કાળજી રાખવી.

Subscribe

Latest stories