HomeInternationalઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એર લીકથી ચિંતા, ક્રૂને તાત્કાલિક સ્પેસએક્સ કેપ્સ્યુલમાં ખસેડાયા

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એર લીકથી ચિંતા, ક્રૂને તાત્કાલિક સ્પેસએક્સ કેપ્સ્યુલમાં ખસેડાયા

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)પર ફરી એર લીક થયા બાદ નાસાએ સાવચેતીભર્યું પગલું ભર્યું હતું. જેમાં સ્પેસ એજન્સીએ અવકાશયાત્રીઓને કામચલાઉ ધોરણે સલામત વિસ્તારમાં જવા સૂચના આપી. જોકે, સમારકામ કાર્ય સ્થગિત થયા બાદ પરિસ્થિતિ સામાન્ય થયા પછી દરેકને સ્ટેશન પર પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી.

પાંચ અવકાશયાત્રીઓને સ્પેસ એક્સ કેપ્સ્યુલમાં ખસેડાયા
જોકે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર સવાર પાંચ અવકાશયાત્રીઓને અસ્થાયી રૂપે ત્યાં ડોક કરાયેલ સ્પેસ એક્સ કેપ્સ્યુલમાં ખસેડવામાં આવ્યા હતા. નાસાના પ્રવક્તા બેથની સ્ટીવન્સે એક્સ પર જણાવ્યું હતું કે કોઈપણ સંભવિત જોખમને ટાળવા માટે ખૂબ જ સાવધાની રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લીકેજ ઝવેઝદા સર્વિસ મોડ્યુલના ટ્રાન્સફર ટનલમાં
આ એર લીકેજ અવકાશ મથકના રશિયન સેગમેન્ટમાં સ્થિત ઝવેઝદા સર્વિસ મોડ્યુલના ટ્રાન્સફર ટનલ વિસ્તારમાં જોવા મળ્યું હતું. નવા લીકેજની જાણ થતાં રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસના ત્રણ અવકાશયાત્રીઓએ તાત્કાલિક સમારકામનું કામ શરૂ કર્યું હતી. આ એ જ ડિપાર્ટમેન્ટ છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ક્રેક અને લીકેજ સંબંધિત સમસ્યાઓની જાણ કરવામાં આવી છે.

ક્રેક અને લીકનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ
આ અંગે નાસાએ જણાવ્યું હતું કે, આ ક્રેક અને લીકને સીલ કરવા માટે ભૂતકાળમાં ઘણી વખત સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ નવી ક્રેક શોધ્યા બાદ રોસકોસ્મોસે આ વખતે વધુ વ્યાપક અને વિગતવાર સમારકામ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ બંને અવકાશ એજન્સીઓ લાંબા સમયથી આ ક્રેક અને લીકનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

નાસાએ ‘સેફ હેવન’ પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી
આ સમારકામ દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. થોડા સમય બાદ નાસાએ ‘સેફ હેવન’ પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી અને અવકાશયાત્રીઓને કામગીરી ફરી શરૂ કરવા અધિકૃત કર્યા હતા. ત્યારબાદ આ બધા અવકાશયાત્રીઓ અવકાશ મથકની અંદર પાછા ફર્યા હતા.

Subscribe

Latest stories

spot_img