HomeInternationalબ્રિટનમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટના: તાલીમ અભ્યાસ દરમિયાન રોયલ નેવીના 3 સભ્યોના મોત

બ્રિટનમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટના: તાલીમ અભ્યાસ દરમિયાન રોયલ નેવીના 3 સભ્યોના મોત

Date:

Related stories

કર્ણાટકમાં બોટ પલટી જતાં સુરતના દંપતીનાં કરુણ મોત, બે સંતાનોનો આબાદ બચાવ

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન ભયાનક...

અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર અચાનક રોક, 9/11 હુમલા બાદ બીજી વખત લેવાયો મોટો નિર્ણય; હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા

વોશિંગ્ટનઃ અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની સંચાર વ્યવસ્થામાં ખામી સર્જાતા...

કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર, 23 લોકોનાં મોત

આસામ: આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત...
spot_img

બ્રિટનમાં સૈન્ય તાલીમ અભ્યાસ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર ત્રણ ક્રૂ સભ્યોના મોત થયા છે. આ દુર્ઘટના ડેવોન કાઉન્ટીમાં બની હતી. રોયલ નેવીના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ 4 વાગ્યા પહેલા હેલિકોપ્ટર ડેવોનના સોર્ટન વિસ્તાર નજીક એક ખેતરમાં તૂટી પડ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સૈન્ય અધિકારીઓએ તરત જ તપાસ શરૂૂ કરી હતી.

ગ્વિન જેન્ક્ધિસએ નિવેદન જાહેર કરીને આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે રોયલ નેવીનું મર્લિન Mk4 હેલિકોપ્ટર ડેવોન નજીક અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ ક્રૂ સભ્યોના જીવ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને તપાસના તારણો સામે આવ્યા બાદ માહિતી જાહેર કરવામાં આવશે.

મર્લિન Mk4 હેલિકોપ્ટર રોયલ નેવીના સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. તેને સંચાલિત કરવા માટે સામાન્ય રીતે ચાર ક્રૂ સભ્યોની જરૂૂર પડે છે અને તે લગભગ 24 સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે દરિયામાં દુશ્મનની સબમરીન સામે કામગીરી, સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સૈન્ય સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ કારણે તેને બ્રિટિશ નૌસેનાની મહત્વપૂર્ણ સંપત્તિ માનવામાં આવે છે.

Subscribe

Latest stories