HomeGujaratવડોદરાના ડેસરમાં ગેરકાયદે ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બેના મોત, ખનન માફિયાઓ...

વડોદરાના ડેસરમાં ગેરકાયદે ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બેના મોત, ખનન માફિયાઓ ફરાર

Date:

Related stories

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...

ધનતેરસ 2026: પૂજા ક્યારે અને કેવી રીતે કરવી? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું ધાર્મિક મહત્ત્વ

દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું...
spot_img

વડોદરા : તંત્રની રહેમનજર હેઠળ વડોદરામાં વર્ષોથી ગેરકાયદેસર ખનન ધમધમતું રહ્યું છે. આર્થિક લાભ માટે કેટલાક સરકારી બાબુઓ ખનન માફિયાઓના ગુલામ બની ગયા હોવાના આક્ષેપો વચ્ચે વડોદરાના ડેસર તાલુકામાં ગેરકાયદે રેતી ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભેખડ ધસી પડતાં બે લોકો માટી નીચે દટાઈ જતા તેમના મોત નિપજ્યા છે. ઘટનાના પગલે ખનન માફિયાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે ડેસર તાલુકામાં ગેરકાયદે ખનનની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રકના કંડક્ટર સહિત બે કામદારો માટી નીચે દટાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ બંનેને બચાવી શકાયા નહોતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ ખનન સાથે સંકળાયેલા લોકો સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જે વિસ્તારમાં અકસ્માત થયો ત્યાં વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર મામલે ડેસર પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેસર CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Subscribe

Latest stories