HomeNationalબદ્રીનાથ ધામમાં બિન સનાતની લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, મંદિર સમિતિનો નિર્ણય

બદ્રીનાથ ધામમાં બિન સનાતની લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, મંદિર સમિતિનો નિર્ણય

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

ચાર ધામ યાત્રા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચારધામ યાત્રા સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આ વર્ષથી ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં બિન સનાતની લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિર સમિતિના પદાધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

અધ્યશ્ર હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય આવતા મહિનાથી શરૂ થનારી ચારધામ યાત્રાથી લાગુ થશે અને બિન સનાતની લોકો હવે મંદિર પરિસર અને ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. આ પહેલા તેમણે કહ્યું હતું કે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પ્રણાલી આદિ શંકરાચાર્યના સમયથી છે અને ભારતીય બંધારણ પણ ધાર્મિક સ્થળોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે.

બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે?
“બદ્રીનાથ અને કેદારનાથ ધામ પર્યટન સ્થળો નથી પરંતુ આસ્થાના કેન્દ્રો છે. આ વૈદિક કેન્દ્રો છે જેની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ 26 દરેક સંપ્રદાયને તેના ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. ”

ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે અને કેદારનાથ ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે. ચાર ધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલે અખા ત્રીજથી થશે, તે દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે.

ઉલ્લેખનિય છે કે, અગાઉથી ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ પર જ નહીં પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું હતું કે ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે.

આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટ પર બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે. કેટલાક સંતો અને ગંગા સભાની વિનંતીઓના જવાબમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ બંનેને સનાતન પવિત્ર નગર જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

Subscribe

Latest stories