Sunday, Dec 7, 2025

સંસદ શિયાળુ સત્ર શરૂ થશે, માત્ર 15 દિવસીય સત્રમાં 14 બિલ રજૂ

2 Min Read

સરકારે સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્ર માટે 14 આર્થિક બિલોની યાદી જાહેર કરી છે. તેમાં ઈન્સ્યોરન્સ કાયદામાં ફેરફાર કરતું વિધેયક અને તંબાકુ-પાન મસાલા જેવા ‘સિન ગુડ્સ’ પર ટેક્સ અને સેસ લગાડતાં બે અન્ય બિલોનો સમાવેશ થાય છે. એ સાથે જ 2025-26 માટેની ગ્રાન્ટ્સની સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સનો પહેલો તબક્કો પણ આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર સુધી ચાલશે.

આ માટે સાંસદોને મોકલવામાં આવેલી બિલોની યાદી મુજબ સરકાર નવી પેઢીના ફાઇનાન્સિયલ સુધારાઓના ભાગરૂપે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની યોજના સાથે ઈન્સ્યોરન્સ કાયદા (સંશોધન) બિલ 2025 રજૂ કરશે. અત્યાર સુધી ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વિદેશી સીધી મૂડીરોકાણ (FDI) દ્વારા રૂ. 82,000 કરોડ આવી ચૂક્યું છે.

હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઈઝ (સંશોધન) વિધેયક 2025 અને હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025 રજૂ કરશે. આ વિધેયકો મારફતે સિગારેટ, તંબાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર લાગતા GST કોમ્પોન્સેશન સેસને બદલીને નવો સેસ લાદવામાં આવશે. હાલમાં તંબાકુ અને પાન મસાલા પર 28 ટકા GST લાગે છે અને તેના પર જુદા-જુદા દરે કોમ્પેન્સેશન સેસ વસૂલવામાં આવે છે.

સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025
સરકારે સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025 પણ રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યું છે, જે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એક એકીકૃત સિક્યોરિટીઝ માર્કેટ કોડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ 2025
જન વિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ) બિલ 2025 સામાન્ય જીવન અને બિઝનેસને સરળ બનાવવા માટે નાના ગુનાઓને ડિક્રિમિનલાઈઝ કરવાની દિશામાં કાર્ય કરે છે. આ બિલ ઓગસ્ટમાં લોકસભામાં રજૂ થયું હતું અને તેને એક સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું.

અન્ય આર્થિક બિલોમાં નીચેના વિધેયકોનો સમાવેશ થાય છે:

  • ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સંશોધન) બિલ 2025
  • મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (સેકન્ડ એમેડમેન્ટ) બિલ 2025
  • નેશનલ હાઈવે (સંશોધન) બિલ 2025
  • કોર્પોરેટ લો (સંશોધન) બિલ 2025
Share This Article