Saturday, Sep 13, 2025

આ તે કયું પાન ?,,, ઈતિહાસથી આજ સુધી આરોગ્ય અને પરંપરાનો અતૂટ સંબંધ

2 Min Read

નાગરવેલનું પાન માત્ર એક સામાન્ય પાન નથી, તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આરોગ્ય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સદીઓ પહેલાંથી લોકો ભોજન પછી પાન ચાવવાની પરંપરા અપનાવતા આવ્યા છે. આજના સમયમાં પણ નાગરવેલનું પાન આરોગ્ય માટે અમૂલ્ય માનવામાં આવે છે.

ઈતિહાસમાં સ્થાન
પ્રાચીન આયુર્વેદ ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં નાગરવેલના પાનના ઔષધીય ગુણોનું વર્ણન મળે છે. રાજાઓ અને મહારાજાઓના દરબારમાં ભોજન પછી પાન પીરસવું શાહી પરંપરાનો હિસ્સો હતું. મહેલોમાં તો ખાસ પાનખાનું રાખવામાં આવતું જ્યાં મહેમાનો માટે પાન તૈયાર થતું.

ધાર્મિક મહત્વ
પૂજા-પાઠમાં નાગરવેલનું પાન શુભ માનવામાં આવે છે. દેવતાઓને ચઢાવવા અને શુભ પ્રસંગોમાં તેનો ઉપયોગ સદીઓથી ચાલે છે. હિંદુ પરંપરામાં તેને સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. અતિથિ સન્માનમાં પાન“અતિથિ દેવો ભવ”ની પરંપરા હેઠળ, મહેમાનોને ભોજન પછી નાગરવેલનું પાન પીરસવાનું ખાસ મહત્વ હતું. આ માત્ર સ્વાદ નહીં પરંતુ સન્માનનો એક અંગ ગણાતો.ભારતમાંથી નાગરવેલનું પાન દક્ષિણ-પૂર્વ એશિયામાં પહોંચ્યું. શ્રીલંકા, બર્મા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આજે પણ પાન સાંસ્કૃતિક પરંપરાનો હિસ્સો છે.

આરોગ્યલક્ષી ફાયદા
ઈતિહાસ જેટલું જ આજના સમયમાં પણ નાગરવેલ આરોગ્ય માટે ઉપયોગી છે. તે પાચનક્રિયા મજબૂત કરે છે, ગેસ-અપચો અને કબજિયાત દૂર કરે છે, ડાયાબિટીસ કાબૂમાં રાખે છે, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.નાગરવેલના પાન મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે, જેનાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ ભોજન પછી ચોક્કસપણે નાગરવેલના પાન ખાવા જોઈએ.ત્વચા અને વાળ માટે ફાયદાકારકનાગરવેલના પાનનો રસ તમારા ચહેરા અને વાળ પર લગાવી શકો છો, કારણ કે તે ત્વચાને સાફ કરવામાં અને વાળને મજબૂત બનાવવામાં પણ મદદરુપ થાય છેએટલે, નાગરવેલનું પાન માત્ર પરંપરા નથી, તે આરોગ્ય અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. ભોજન પછી એક પાન ખાવાની આદત તમને તંદુરસ્તી સાથે ઈતિહાસની યાદ અપાવશે.

Share This Article