Friday, May 15, 2026

છત્તીસગઢમાં 16 નક્સલીઓ ઠાર, કુકર બોમ્બ પણ મળ્યા

2 Min Read

છત્તીસગઢના ગારિયાબંદમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર છે. શરૂઆતની માહિતી મુજબ, સૈનિકો છેલ્લા 36 કલાકથી જંગલમાં નક્સલીઓ સાથે લડી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 19 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. આ ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોની 10 ટીમો સામેલ હતી. એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન, ગઈકાલે બે નક્સલીઓ (એક મહિલા, એક પુરુષ) ના મળતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન, એક ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરીને રાયપુર લાવવામાં આવ્યો. છત્તીસગઢ અને ઓડિશાના સુરક્ષા દળોની કુલ 10 ટીમો નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરી રહી છે. શોધખોળ દરમિયાન નક્સલીઓના વધુ મળતદેહ મળવાની શકયતા છે. માર્યા ગયેલા નક્સલીઓના મળતદેહોની ઓળખ હાલમાં કરવામાં આવી રહી છે.

નક્સલવાદીઓ વિશે માહિતી મળતાં સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી, ઓડિશા અને છત્તીસગઢ સરહદ પર કુલ્હાડી ઘાટના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળ્યા બાદ, ઓડિશા અને છત્તીસગઢ પોલીસે સાથે મળીને નક્સલવાદીઓ સામે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. કુલ્હાડી ઘાટ રિઝર્વ ફોરેસ્ટના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article