HomeNationalરાજસ્થાનમાં ઓવરસ્પીડ બસ પુલ સાથે અથડાતા પલટી, 10ના મોત, 25 ઈજાગ્રસ્ત

રાજસ્થાનમાં ઓવરસ્પીડ બસ પુલ સાથે અથડાતા પલટી, 10ના મોત, 25 ઈજાગ્રસ્ત

Date:

Related stories

‘સત્તા પરિવર્તન જ હેતુ’, ‘બાંગ્લાદેશે રસ્તો બતાવ્યો’ તેવા વીડિયો પર ભાજપનો નેહા બોરા પર પ્રહાર

વિદ્યાર્થી નેતા નેહા બોરાના ‘બાંગ્લાદેશે અમને રસ્તો બતાવ્યો’ એવા...

યુક્રેને રશિયાના એરફિલ્ડ પર કર્યો મિસાઇલ હુમલો, 6 Su-34M લડાકુ વિમાનો તબાહ કર્યાનો દાવો

યુક્રેનની નૌકાદળે રશિયાના વોરોનેઝ ક્ષેત્રમાં આવેલા બોરીસોગ્લેબ્સ્ક એરફિલ્ડ પર...

ધર્મ પરિવર્તન કર્યા બાદ અનામતનો લાભ નહીં મળે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

ધર્મ પરિવર્તન કર્યા બાદ અનામતનો લાભ મેળવવાના મામલે સુપ્રીમ...

રાજકોટમાં રૂ. 1.53 કરોડની લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો, ઉદયપુરથી 9 આરોપીઓ ઝડપાયા

રાજકોટના આજી GIDC વિસ્તારમાં થયેલી રૂ. 1.53 કરોડના સોના-ચાંદીની...
spot_img

રાજસ્થાન સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે મંગળવારે ખાનગી બસનો અકસ્માત થયો છે, જેમાં 10 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુને ઈજા થઈ હોવાના વિગતો સામે આવી છે. હાલ પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત અંગે એવી માહિતી સામે આવી છે, મૃતકોમાં પાંચ મહિલા પણ સામેલ છે.

રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત, 25થી વધુને ઈજા, CMએ શોક વ્યક્ત કર્યો 1 - image

બસ સુજાનગઢથી સાલાસર-લક્ષ્મણગઢ-નવલગઢ થઈને જઈ રહી હતી. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, બસની સ્પીડ વધુ હોવાને કારણે યોગ્ય વળાંક ન લઈ શકાયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ લક્ષ્મણગઢ લઈ જવામાં આવ્યા છે. પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરાએ એક્સ પર પોસ્ટ કર્યું છે. લક્ષ્મણગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોતના હૃદયદ્રાવક સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જીવન ગુમાવવું અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે, મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે મારી ઊંડી સંવેદના છે. અધિકારીઓ ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરે.’

આ પણ વાંચો :-

Subscribe

Latest stories