
મેષઃ
માનસિક ઉગ્રતા રહે. ઇરિછત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.
વૃષભઃ
આધાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં રાહત.
મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચ ની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતમાં સુધારો જણાય.
કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણી શીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.
સિંહઃ
આવકનું પ્રમાણ વઘવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી ખાંસી કફતી સાચવવું. સંતાન અંંગે ચિંતા રહે. ધંંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.
કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.
તુલાઃ
નાણાંકીય રોકાણોમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ વિવાદ ટાળવો. નોકરી ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની િચંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.
વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મકકમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ પ્રતિષ્ઠા માં વધારો થાય. ક્ષાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.
ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઇ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂં. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદા કારક પુરવાર થાય.
મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી. ડ્રેસ મટીરીયલ, તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.
કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.
મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનુ પ્રમાણ વધે. ઘન પ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્મણ થાય. ઝવેરાત, સોના, ચાંદીની ખરીદી શકય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.