
મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ કરી શકો. નવા રોકાણો થી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.
વૃષભઃ
માનસિક અસ્વસ્થતા નો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનો વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.
મિથુનઃ
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થય સારૂં રહેશે.
કર્કઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં પ્રગતિ.
સિંહઃ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખ માં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકત ના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂં.
કન્યાઃ
વાણી દ્રારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદના શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોતી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.
તુલાઃ
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવો રોકાણો ટાળવા. સરકારી કામકાજ માં સાવધની રાખવી જરૂરી.
વૃશ્ચિકઃ
મોજ શોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉગદ્રવ થાય.
ધનઃ
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી. શાંતિથી કામ લેવું રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.
મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને સંતાનની પ્રગતિથી હર્ષ.
કુંભઃ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મ વિશ્વાસ માં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભ ફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતા નો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.
મીનઃ
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયોતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયયત સાચવવી.