HomeNationalમસ્જિદમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા ગુનો નથી, કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી...

મસ્જિદમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા ગુનો નથી, કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ના કથિત નારા લગાવવાના મામલામાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હકીકતમાં, કોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા બિલકુલ ખોટું નથી.

karnataka-high-court

આરોપીઓની અપીલ અરજી પર વિચાર કરીને આદેશ પસાર કરતી વખતે, જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની સિંગલ બેંચે કહ્યું કે ‘જય શ્રી રામ’ના નારા લગાવવાથી કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચશે તે સમજની બહાર છે. મસ્જિદમાં કથિત રીતે ‘જય શ્રી રામ’ના નારા લગાવવા બદલ આરોપીઓ પર IPCની કલમ 295A હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

જોકે કન્નડ પોલીસ દ્વારા આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા અનુસાર કલમ 295 એ, 447 અને 506 સહિત અનેક કલમો દાખલ કરીને કેસ તૈયાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ પોતાના ઉપર લગાવવામાં આવેલા ગુનાઓને પડકાર આપતી અરજી કર્ણાટક હાઈકોર્ટેમાં કરી હતી. તેથી કર્ણાટક હાઈકોર્ટેએ કેસની જીણવટ તપાસ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યો છે. તે ઉપરાંત કન્નડ પોલીસે તેમની વિરુદ્ધ દાખલ કરાવમાં આવેલા તમામ ગુનાઓને રદ કરવાની સૂચના પાઠવી છે.

હાઈકોર્ટની બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે ફરિયાદી જ કહે છે કે સંબંધિત ક્ષેત્રમાં હિન્દુ અને મસ્લિમો સદભાવના સાથે રહે છે. બેન્ચે ધ્યાન દોરતાં કહ્યું કે અરજદારો વિરુદ્ધ આગળની કાર્યવાહીની મંજૂરી આપવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે. સુપ્રીમકોર્ટના આદેશનો હવાલો આપતાં બેન્ચે કહ્યું કે કોઈ પણ અને દરેક કાર્ય આઈપીસીની કલમ 295 એ હેઠળ ગુનો નહીં ગણાય. કર્ણાટક પોલીસે પણ આરોપ મૂક્યો હતો કે આરોપી વ્યક્તિ 24 સપ્ટેમ્બર 2023ની રાત્રે મસ્જિદની અંદર ઘૂસ્યો અને જય શ્રી રામની નારેબાજી કરવા લાગ્યો હતો. તેના પર ધમકી આપવાનો પણ આરોપ હતો. જ્યારે ફરિયાદ નોંધવામાં આવી તો આરોપીઓને અજાણ્યા વ્યક્તિ તરીકે બતાવાયો અને બાદમાં ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories