HomeGujaratભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ, 18 ઇંચ વરસાદ

ભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ, 18 ઇંચ વરસાદ

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

ગુજરાતમાં ફરી ભારે વરસાદ થી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં સોમવાર અને મંગળવાર સવારે 10 વાગે સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં મંગળવારે આભા ફાટતા માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે – ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લા જળબંબાકાર થઇ ઘયા છે. સુરત અને વલસાડમાં પણ મંગળવારે સવારે 6 થી 10 વાગે સુધી 4 ઇંચ વરસાદ પડ્યો છે.

Top News: માંગરોળમાં 18 ઇંચ વરસાદ, હેલિકૉપ્ટરથી લોકોનું સ્થળાંતર, જાણો આજે ક્યાં પડશે વરસાદ? - BBC News ગુજરાતી

ભરૂચ 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ વાલિયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 297 મીમી વરસાદ પડ્યો છે. વાલિયા ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીયે તો આમોદમાં 14 મીમી, અંકલેશ્વરમાં 65 મીમી, ભરૂચ શહેરમાં 185 મીમી, હોંસોટમાં 33 મીમી, જંબુસરમાં 12 મીમી, ઝઘડિયામાં 40 મીમી, નેત્રંગમાં 94 મીમી, વાગરામાં 89 મીમી વરસાદ પડ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં ભરૂજ જિલ્લામાં કુલ 92.11 મીમી એટલે કે સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં 2 થી 6 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સોમવારથી ઘણા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સવારના 6 થી 10 વાગે સુધી સૌથી વધુ ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરવાડામાં 4 ઉંચ, વલાડના 3.8 ઇંચ, વાપીમાં 3 ઇંચ, પલસાણામાં 2.8 ઇંચ, કચ્છના રાપરમાં અઢી ઇંચ, સુરતના માંગરોળમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારના 6 થી 10 વાગે સુધી ધોલેરા, માંડલ, વિરમગામમાં અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img