HomeNationalમધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન

મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

Image

પ્રભાત ઝાના નિધન પર મુખ્યમંત્રી ડો.મોહન યાદવ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ યાદવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. પક્ષોએ શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રભાત ઝા મૂળ બિહારના હતા. તેમનો જન્મ 4 જૂન 1957ના રોજ બિહારના દરભંગાના હરિહરપુર ગામમાં થયો હતો. તે પરિવાર સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયર આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણ પછી પ્રભાત ઝાએ પીજીવી કોલેજ, ગ્વાલિયરમાંથી B.Sc, માધવ કૉલેજમાંથી MA અને MLB કૉલેજમાંથી LLBની ડિગ્રી લીધી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img