Saturday, Sep 13, 2025

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું! ચાર કલાકમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

2 Min Read

ગુજરાતના ચોમાસાની શરૂઆત સાથે જ અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં જ્યારે આભ ફાટ્યું હોય તેમ છેલ્લા છે કલાકમાં ૧૪ ઇંચ પણ વધારે વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવન અસર પડી છે. તેમજ સમગ્ર ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

सुरत: उमरपाड़ा में मात्र 4 घंटे में 14 इंच बारिश, कई इलाकों में बाढ़ के आसार!

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં ૨૯.૦૭ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં ૩૭.૬૧ ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ૩૫.૦૨ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં ૩૪.૯૧ ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ૧૮.૯૫ ટકા વરસાદ વરસ્યો છે તો ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ૧૮.૫૦ ટકા વરસાદ વરસ્યો છે.

જેમાં રાજ્યમાં ભાવનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે ગુજરાતના માથે એકસાથે ઑફશોર ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article