HomeNationalDD ન્યૂઝનો લોગો કેસરી થતાં વિપક્ષો થયા ભારે નારાજ, સરકાર પર આક્રમક...

DD ન્યૂઝનો લોગો કેસરી થતાં વિપક્ષો થયા ભારે નારાજ, સરકાર પર આક્રમક પ્રહાર

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટી ઘટના બની છે. પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને ડીડી ન્યૂઝના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને કેસરી કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના ભૂતપૂર્વ CEO જવાહર સિરકરે લોગો ફેરફારની ટીકા કરી અને તેમણે ‘દૂરદર્શનનું ભગવાકરણ’ ગણાવ્યું. તેણે X પર લખ્યું, રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગો કેસરી રંગમાં રંગ્યો છે! તેના ભૂતપૂર્વ CEO તરીકે હું તેના ભગવાકરણને ચિંતા અને લાગણી સાથે જોઈ રહ્યો છું, તે હવે પ્રસાર ભારતી નથી રહી, તે પ્રચાર ભારતી છે.

BJPના આંધ્ર પ્રદેશના રાજ્ય ઉપાધ્યક્ષે કહ્યું, જ્યારે ૧૯૫૯માં દૂરદર્શન શરૂ થયું ત્યારે તેનો લોગો ભગવો હતો. સરકારે મૂળ લોગો અપનાવ્યો છે, પરંતુ લિબરલ્સ અને કોંગ્રેસ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને ભગવા અને હિંદુઓ પ્રત્યે નફરત છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિપક્ષી નેતાઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો ભગવાને ખૂબ નફરત કરે છે… આ લોકો ભગવા રંગનો આનંદ માણી શકતા નથી… આ લોકો માત્ર તુષ્ટિકરણ કરનારા છે.

દૂરદર્શનના પગલાનો બચાવ કરતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે, ‘નવો નારંગી રંગનો લોગો જોવામાં આકર્ષક છે અને આ ફેરફાર વિઝ્યુલ એસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. લોગોનો રંગ કેસરી નહીં પણ નારંગી છે. માત્ર લોગો જ બદલાયો નથી, પરંતુ અમે DDના સમગ્ર દેખાવને અપગ્રેડ કર્યો છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, લોકો આ વિશે કઠોર ટિપ્પણીઓ કરી રહ્યા છે. અમે છેલ્લા છ-આઠ મહિનાથી ડીડીનો દેખાવ બદલવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, અહેવાલોમાં પ્રસાર ભારતીના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ‘નવા લોગોને બીજેપી સાથે સંકળાયેલો હોવાનું જોવું એ ‘ખોટું’ છે.’ તેમણે કહ્યું, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં, દૂરદર્શને તેના લોગોના રંગો બદલીને વાદળી, પીળો અને લાલ કરી દીધા છે. જોકે, લોગોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બે પાંખડીઓ અને વચ્ચેનો ગ્લોબ પહેલા જેવો જ રહે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories