Sunday, Sep 14, 2025

સ્વચ્છતા પ્રથમ ક્રમ આવતા પાલિકાના વિપક્ષી નેતાએ સફાઈકર્મીઓનું સન્માન કર્યા

2 Min Read

સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સુરત સ્વચ્છતા કર્મીઓને મહેનત અંતે રંગ લાવી છે.

સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ સુરતના પુણાગામ સ્થિત વોર્ડ ઓફીસ ખાતે પાલિકાના સફાઈ કર્મીઓ જોડે ઉજવણી કરી હતી.વિપક્ષી નેતાએ તમામને ગુલાબનું પુષ્પ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.જ્યાં આ સફળ પરિણામ પાછળ પાલિકાના અધિકારી અને સફાઈ કર્મચારીઓનો શ્રેય ગણાવ્યો હતો. ભવિષ્યમાં પણ સ્વચ્છતામાં સુરત નંબર વન રહે તે પ્રકારની કામગીરી આગળ પણ કરતા રહે તેવી આશા વ્યકત કરી હતી.વિપક્ષી નેતાએ સૌ કર્મચારી અને અધિકારીઓ સાથે ગરબા ઝૂમી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આખા દેશમાં સુરતનો સ્વચ્છતા માં પહેલો નંબર આવતા આજરોજ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ પુણાગામ વોર્ડ ઓફીસ ખાતે સફાઈ કામદારો અને આરોગ્ય અધિકારીશ્રીઓ નું સન્માન કરી ઉજવણી કરી. પાયલ સાકરીયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયા એ સફાઈ કામદારો પર પુષ્પવર્ષા કરી તેમજ અધિકારીઓ અને સફાઈ કર્મીઓ સાથે ગરબે ઘૂમ્યા. સુરત ને સ્વચ્છતા નાં શિખર પર લઇ જનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો.

સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેઓએ આ પ્રસંગે મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલો નંબર મેળવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાના માથે પણ સાતત્યપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી વધી છે. તેઓએ આ અવસરે શહેરીજનો દ્વારા મળેલા સહયોગનો પણ આભાર માન્યો હતો અને સમગ્ર શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article