Sunday, Sep 14, 2025

ધોળામાં ધૂળ પડી, સુરત સિવિલમાં વૃદ્ધે ૩વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં

2 Min Read

સુરત સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની બાળકી સાથે લેડીઝ ટોયલેટમાં વૃદ્ધ દ્વારા અડપલાં કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની માતાએ વૃદ્ધને માર માર્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જે અંગે સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દ્વારા વૃદ્ધને માર મારવામાં આવતો હોવાનો વિડિયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે, સિવિલ હોસ્પિટલ જૂની બિલ્ડીંગની બહારનો હોવાનું સામે આવ્યું છે. પોતાની દીકરીની છેડતી થતાં જ રણચંડી બનેલી મહિલાએ જાહેરમાં જ નશાબાજને કોઈ પણ શેહ શરમ રાખ્યા વિના માર માર્યો હતો. ચપ્પલ અને ઢીક્કાપાટુથી મહિલાએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં ઉતારી લીધો હતો.

સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરએ કહ્યું કે, જે વિડિયો સામે આવ્યું એ સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદરનો હોવાનું દેખાઈ રહ્યું છે જેમાં એક મહિલા વૃદ્ધ પુરુષને ચપ્પલથી માર મારી રહી છે. આ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના આજે જ મારા ધ્યાનમાં મૂકવામાં આવી છે. અમે આ વીડિયોના આધારે તપાસ કરાવી રહ્યા છીએ. સિક્યુરિટી સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ આ કૃત્ય કરનાર સામે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article