ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો ૯ ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યું હતું. નલિયામાં સૌથી ઓછું ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૫ થી ૧૬ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.
મહેસાણા જીલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો. ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.
આ પણ વાંચો :-








