Thursday, Oct 30, 2025

ઝારખંડના જમશેદપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, છ લોકોના મોત

1 Min Read

ઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે ખરાબ સમાચાર સામે આવ્યા છે. માર્ગ અકસ્માતમાં કુલ છ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોની હજુ પણ સારવાર ચાલી રહી છે. જો કે, તેમની હાલત નાજુક કહેવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે યુવકો ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

આ દુર્ઘટનામાં કારમાં સવાર ૬ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ન્યૂ યર સેલિબ્રેટ કરીને હોટલમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. રિપોર્ટ અનુસાર કારમાં બેઠેલા તમામ યુવકો દારૂના નશામાં ધૂત હતા. અકસ્માત સર્જાતાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. તમામ છ મૃતકો જમશેદપુરના આરઆઈટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલપ્તંગાના રહેવાસી હતા.

આ પણ વાંચો :-

Share This Article