Friday, Oct 24, 2025

ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની તબાહીથી ૫૦ વાહનો અથડાયા, ૮ લોકોના મોત

2 Min Read

દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. સોમવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ધુમ્મસના કારણે હાઈવે પર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. યુપીના ગ્રેટર નોઈડા, કન્નૌજમાં, જ્યાં ધુમ્મસના કારણે હાઇવે પર અનેક વાહનો અથડાયા હતા, જ્યારે હરિયાણાના મેવાતમાં, એક સ્કૂલ બસ એક ટ્રક સાથે અથડાતા સ્કૂલના અનેક બાળકો અને લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, ગ્રેટર નોઈડામાં વેસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર પણ એક અકસ્માત સર્જાયો હતો.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે કહેર જોવા મળી રહ્યો છે અને રેલવે, ફ્લાઈટો રસ્તાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હીના પાલમમાં બુધવારે સાંજે ૭ કલાકે ૫૦ મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હોવાના કારણે ૧૧૦ ફ્લાઈટો મોડી પડી. જ્યારે ૨ ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે, તો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસનો ગંભીર સામનો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બુધવારે સવારે આગરા-ફિરોજાબાદ હાઈવે પર ૧૫ વાહનો ટકરાયા છે, જેમાં ૧નું મોત અને ૬ ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ૨૫ વાહનો એકબીજાને અથડાયા છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. મેરઠમાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થયું છે. ઉન્નાવમાં મંગળવારે મોડી રાતે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર ૬ વાહનો એકબીજાને અથડાયા, જેમાં ૧નું મોત, ૧૬ને ઈજા થઈ છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ૧૪ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMDએ મધ્યપ્રદેશમાં ૩૦ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે. ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી આગામી ૪ દિવસ એટલે કે ૩૦ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે. આ રાજ્યોમાં વિઝિબિલિટી રેંજ ૫૦ મીટરે પહોંચવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

Share This Article