Friday, Oct 24, 2025

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો

2 Min Read

વરસાદને લઈ પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, હાલ વરસાદની કોઇ શક્યતા નથી. ૨૪ કલાક બાદ લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે આગાહી કરી છે. આગામી બેથી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થઈ શકે છે.

દમણ અને વલ્લભ વિદ્યાનગરમાં ૧૬ ડિગ્રી સાથે સુરત અને વલસાડમાં ૧૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. ૨૯ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે

આ પણ વાંચો :-

Share This Article