HomeNationalસુરક્ષાની ખામી, પ્રેક્ષક ગેલરીમાંથી બે શખસો લોકસભામાં કુદયા

સુરક્ષાની ખામી, પ્રેક્ષક ગેલરીમાંથી બે શખસો લોકસભામાં કુદયા

Date:

Related stories

1000 વર્ષ જૂનું મોઢેરા આજે 24×7 ‘સૂર્ય ગ્રામ’! પ્રાચીન સૂર્ય મંદિરને અપાયો નવો વૈશ્વિક અવતાર

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું 1000 વર્ષ જૂનું મોઢેરા સૂર્ય...

દિવાળીની કમાણી ક્યાંક ધોવાઈ ન જાય! સુરતના કાપડ વેપારીઓ માટે FOSTTA ની લાલબત્તી સમાન એડવાઈઝરી

તહેવારોની સિઝનમાં સુરતનું કાપડ માર્કેટ ધમધમી ઉઠે છે, પરંતુ...

2026માં બેસતું વર્ષ 9 કે 10 નવેમ્બરે? જાણો શું કહે છે ગુજરાતી પંચાંગ!

દિવાળી એટલે ગુજરાતીઓ માટે માત્ર એક તહેવાર નહીં, પરંતુ...
spot_img

સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો બન્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા જેથી જોખમ જણાતા સંસદની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. બે અજાણ્યા વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ગૃહમાં ઘૂસતા તરત જ ત્યાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ મામલો એવા સમયે બન્યો છે જ્યારે આજે સંસદ પર હુમલાની ૨૨મી વર્ષગાંઠ છે. ત્યારે જ નવી સંસદમાં આ ઘટના બનતા સંસદની કાર્યવાહીને ૨ વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે.

બંને આરોપીઓમાંથી એકનું નામ છે સાગર અને બીજાના નામની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ લોકો સ્મોક કેન્ડલ શૂઝમાં છુપાવીને લાવ્યા હોવાની માહિતી છે. જે સ્પે કરવામાં આવ્યો હતો તેનાથી સુરક્ષકર્મીઓને વિસ્ફોટકની ગંધ મહેસૂસ કરી હતી. આ બંને યુવકો માટે મૈસૂરના સાંસદનો રેફરી પાસ હતો. આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા. તેના પછી સુરક્ષાકર્મીઓેએ તેમના પર કાબૂ મેળવ્યો. આ ઘટના વિશે જાણકારી આપતાં મલુક નાગરે કહ્યું કે શૂન્યકાળ વખતે આ બંને યુવકો કૂદીને આવ્યા હતા. બંનેના કૂદવાની ધડામ દઈને અવાજ આયો. એવામાં મને લાગ્યું કે કોઈને પગ લપસી ગયો છે. જેવા જ ઉપર જોયું તો બીજો પણ કૂદ્યો. ત્યારે લાગ્યું કે આ લોકોનો ઈરાદો ગરબડ છે. આવી જ એક ઘટના સંસદની બહાર ટ્રાન્સ્પોર્ટ ભવન નજીક થઇ હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories