Wednesday, Oct 29, 2025

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધ સુરતમાં દેખાવો

2 Min Read

સુખદેવસિંહની હત્યા થયા બાદ રાજપૂત સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં અલગ અલગ રાજપૂત સંગઠનોમાં સુખદેવસિંહની હત્યાને લઈને ન્યાય માટે ઉગ્ર રજૂઆતો જોવા મળી રહી છે. સુરતમાં જિલ્લા કલેક્ટર ખાતે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સમર્થકો અને હોદ્દેદારો દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપીને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માગ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધોળા દિવસે હુમલાખોરો ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તેઓ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઝડપથી જે આરોપીઓ છે તેમને સખત સજા કરવામાં આવે, સરકારે પણ હવે આમાં ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ. જો આરોપીઓને સખત સજા નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું. દેશભરના રાજપૂત સમાજમાં આ ઘટનાને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અમારા રાજપૂત સમાજના નેતાને આ પ્રકારની કરપીણ હત્યા ક્યારેય સાખી લેવાશે નહીં.

આ પણ વાંચો :-

Share This Article