HomeGujaratગુજરાતમાં આજથી શરૂ થશે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ, નિયમ ભંગ બદલ ૧૫૦૦થી...

ગુજરાતમાં આજથી શરૂ થશે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ, નિયમ ભંગ બદલ ૧૫૦૦થી ૫૦૦૦નો દંડ

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...
spot_img

ગુજરાતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં લોકોની બેદરકારીના કારણે કેટલીક વખત ગંભીર અકસ્માત સર્જાતાં હોય છે. ત્યારે હવે વાહન ચાલકો પાસેથી દંડના ઉઘરાણાં ફરી શરૂ થયાં છે. વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. વડોદરા શહેર પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં નીકળતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે. તે ઉપરાંત CCTV વગરના ૨૩ સ્થળો પર પણ પોલીસ કાર્યવાહી કરશે. આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ ૧૫૦૦થી ૫૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે. આ મેગા ડ્રાઈવમાં ૨૦૦થી વધુ પોલીસ જવાનો જોડાશે.

ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી કરાતાં ઉઘરાણામાં જ સરકારની તિજોરી છલકાઈ છે. રજિસ્ટ્રેશન,લાઇસન્સ,વીમા, પીયૂસી વગર વાહન ચલાવવા જેવા કેસમાં કાર્યવાહી થઇ છે. ગુજરાતીઓએ લાઇસન્સ, પીયુસી, વીમો, રજિસ્ટ્રેશન વિના વાહન ચલાવવા તેમજ રોડ સેફ્ટીનું ઉલ્લંઘન કરવા સહિતના વિવિધ ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૮૬ કરોડથી વધુનો દંડ સરકારને ભર્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ના અરસામાં ૧.૦૫ લાખ કિસ્સામાં માંડવાળ પેટે ૪૭.૫૮ કરોડથી વધુની રકમના ઉઘરાણાં લોકો પાસેથી કરાયા છે જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૨૩ લાખ કેસ સાથે ૭૧.૪૨ કરોડની રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે, આમ કોરોનાકાળની સરખામણીએ છેલ્લે સરકારી તિજોરીમાં ૬૬ ટકાથી વધારે રકમ જમા થઈ છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના કહેવા પ્રમાણે, ઓવરલોડ, ઓવરડાઈમેન્શન, રજિસ્ટ્રેશન, ફિટનેસ, લાયસન્સ, વીમા, પીયુસી વગર વાહન ચલાવવું તદુપરાંત રોડ સેફ્ટી સંબંધિત ગુનાઈત પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૩.૧૨ લાખથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે જ્યારે ૬,૩૮૧ જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. માંડવાળ કેસોની સંખ્યા ૩.૬૬ લાખને પાર થઈ છે. એક પણ કિસ્સામાં એફઆઈઆર કરવામાં આવી નથી. આ અરસામાં ગુનાઈત વાહનોની સંખ્યા ૫.૨૬ લાખ કરતાં વધારે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories