HomeGujaratગુજરાતમાં કમોસમી વરસાદનો ચારે તરફ કહેર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮નાં મોત

ગુજરાતમાં કમોસમી વરસાદનો ચારે તરફ કહેર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮નાં મોત

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં ૨૩૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકમાં સુરતમાં ૪.૫ અને ચુડામાં ૪.૨ ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં ૪ ઈંચ તો નડિયાદમાં ૩ ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં ૨.૨ ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં ૨.૪ ઇંચ તેમજ અમરેલીમાં ૨.૮ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ૧૮ લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં ૧૮ લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

અંબાલાલ પટેલએ કહ્યું કે, ૩૦ નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે

રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં ૧૯ ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ ૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં ૧૮ ડિગ્રી અને સુરતમાં ૨૨ ડિગ્રી તેમજ નલિયામાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img