Saturday, Sep 13, 2025

વર્લ્ડકપ ફાઇનલ મેચ પહેલાં બંને ટીમો અમદાવાદમાં ઉઠાવશે ગુજરાતી નાસ્તાનો આનંદ

1 Min Read

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા માટે ચાહકો થનગની રહ્યાં છે. આ ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામસામે ટકરાવાની છે. ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે ભારતીય ટીમનું આગમન થઈ ગયું છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આજ સાંજ સુધીમાં આવી જશે. ત્યારે ખાસ વાત એ છે કે, બંન્ને ટીમો અમદાવાદના સાબરમતી રિવર ક્રૂઝ પર ડિનર કરશે. સાથો સાથ સાબરમતી રિવર ક્રૂઝ પર આવેલા અટલ ઓવર બ્રિજની પણ મુલાકાત લેશે.

ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ત્યારથી ભારતીય ક્રિકેટ ચાહકો ફાઈનલ મેચ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત છે કે, આ બંન્ને ટીમો ડિનર માટે સાબરમતી રિવર ક્રૂઝ ખાતે આવી રહી છે ત્યારે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામા આવી રહ્યો છે. તેમજ ખાસ વાત છે કે, અહી બંન્ને ટીમના ખેલાડી ગુજરાતી નાસ્તો કરશે. જે નાસ્તામાં ખમણ અને ઢોકળાં હશે જે ખાઈ મોજ માણશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સુરક્ષાથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્રે જણાવીએ કે, આ વખતે અમદાવાદના આગંણે ફાઈનલનો મહા મુકાબલો થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article