ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે. હમાસે ૭ ઓક્ટોબરે ઇઝરાઇલ પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. હમાસને ખતમ કરવા માટે ઈઝરાઇલ ગાઝા પટ્ટી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. જેમાં હજારો લોકોના મોત થયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હમાસ દ્વારા નિયંત્રિત ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ગાઝામાં ૭૦૦૦ લોકોની હત્યા બાદ પણ રક્તપાત અને હિંસાનો દૌર થંભ્યો નથી. આ ૭૦૦૦ લોકોમાંથી ૩૦૦૦ માસૂમ બાળકો હતા. એવો કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો નથી જેનું ઉલ્લંઘન ન થયું હોય. એવી કોઈ ગરિમા નથી જેનું ઉલ્લંઘન ન થયું હોય. એવો કોઈ કાયદો નથી કે જેનો ભંગ ન થયો હોય. તેણે પૂછ્યું, ‘માનવતા ક્યારે જાગશે? ઘણા જીવ ગુમાવ્યા પછી. આટલા બાળકોનું બલિદાન આપ્યા પછી. શું મનુષ્ય હોવાની ચેતના બાકી રહે છે? શું તે ક્યારેય હતી પણ ખરી?’
ગાઝા પટ્ટી પર હમાસનું નિયંત્રણ છે. અહીંથી જ હમાસ ઇઝરાઇલ પર હુમલા કરે છે. ઇઝરાઇલ પર રોકેટ ફાયરિંગ એ હમાસની હુમલાની મુખ્ય પદ્ધતિ છે.પરંતુ આ વખતે તેણે ગાઝાની સરહદો તોડીને પોતાના લડવૈયાઓને ઇઝરાઇલમાં મોકલ્યા, જેના કારણે ઈઝરાઇલમાં પણ ૧૪૦૦ લોકોના મોત થયા. ઇઝરાઇલે પણ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર બોમ્બમારો કરીને બદલો લીધો હતો. પેલેસ્ટિનિયનો પણ આ હુમલાનો ભોગ બન્યા છે.
ઇઝરાઇલ-હમાસ યુદ્ધમાં ભારતે બંને પક્ષોને શાંતિ બનાવવા અપીલ કરી છે, જેથી નાગરિકોના મોતને રોકી શકાય. ભારતે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, તે યુદ્ધમાં માર્યા ગયેલા નાગરિકોને લઈને ચિંતિત છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ વધતી જતી માનવતાવાદી કટોકટી અંગે સમાન રીતે ચિંતિત છે. ભારતે તમામ પક્ષોને શાંતિ સ્થાપવાની અપીલ કરી છે અને વાતચીત શરૂ કરવા વિનંતી કરી છે. ભારતે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનીઓ માટે પણ મદદ મોકલી છે.
આ પણ વાંચો :-