Sunday, Sep 14, 2025

Jawan : કમાણી પર બ્રેક લાગતા શાહરુખ ખાનનું મોટું એલાન, ફિલ્મ જવાનની ટિકિટ એક સાથે એક કરી ફ્રી, ફરી ઉપડશે ?

2 Min Read
  • શાહરૂખ ખાનની જવાન દેશ-વિદેશમાં ખુબ કમાણી કરી રહી છે ત્યારે હવે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપવા માટે આ ફિલ્મની ટિકીટ પર જોરદાર ઓફરની ઘોષણા કરી છે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનએ દેશ-વિદેશમાં ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે દેશમાં ૫૫૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે અને ટૂંક સમયમાં ૬૦૦ કરોડનો આંકડો પાર કરી શકે છે. તો દુનિયાભરમાં આ ફિલ્મે ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જવાન શાહરૂખ ખાનનાં કરિયરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. પરંતુ હાલમાં આ ફિલ્મની કમાણી ઘટી રહી છે. તેવામાં મેકર્સ એક જોરદાર ઓફર લઈને આવ્યાં છે.

મેકર્સે જવાનની ઘટતી કમાણીને જોતાં ટિકિટ પર મોટી ઓફર એનાઉંસ કરી દીધી છે. રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટની ઈંસ્ટા. પોસ્ટ પર લખ્યું કે,” ડબલ ધમાકા, સિંગલ ભાવ. જેમ આઝાદની સાથે વિક્રમ રાઠોડ તેવી જ રીતે તમારી સાથે કોઈ બીજું… એક ટિકિટ ખરીદવા પર બીજી ટિકિટ ફ્રીમાં મળશે. 1+1 ઓફર શરૂ થઈ ગઈ છે. તમારા પ્રિયજનો સાથે જવાનને એન્જોય કરો તમારા નજીકી સિનેમાઘરોમાં- હિંદી, તમિલ અને તેલુગુમાં.”

કમાણી ઘટતાં લીધો નિર્ણય :

સિનેમાઘરોમાં આજે ધ વેક્સિન વોર અને ફુકરે ૨ રિલીઝ થઈ છે. તેવામાં જવાનની કમાણી પર અસર પડી શકે છે. શક્ય છે કે આ પરિસ્થિતિને જોતાં મેકર્સે જવાનની ટિકિટ પર ઓફર આપી હોય.

આ પણ વાંચો :-

Share This Article