Saturday, Sep 13, 2025

જો તમે પિત્ઝા ખાતા હોય તો થઈ જજો સાવધાન, આ બ્રાન્ડેડ સેન્ટરમાં પિત્ઝામાંથી નીકળ્યા જીવડા

2 Min Read
  • અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિત્ઝા ખાવા જઈ રહ્યા છો ત્યાં પણ હવે પિત્ઝામાં જીવાત નીકળી રહી છે.

જો તમે અમદાવાદમાં પિત્ઝા ખાવા જતા હોવ તો સાવધાન થઈ જજો. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિત્ઝા ખાવા જઈ રહ્યા છો ત્યાં પણ હવે પિત્ઝામાં જીવાત નીકળી રહી છે.

શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. ગુરૂવારના ફરી શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામાં જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો.

ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.

જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article