Sunday, Sep 14, 2025

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

2 Min Read
  • આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

છોટા ઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કાલે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે ૧૬થી ૧૮ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બનતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  આજે વહેલી સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી મહીસાગર, છોટાઉદેપુર, તાપી, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સારા એવા વરસાદના કારણે ખેડૂતોના સુકાતા પાકને ફાયદો મળશે.  જો કે હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

આ પણ વાંચો :-

Share This Article