Thursday, Oct 23, 2025

વરસાદ વિલન ! Asia Cupમાંથી ભારત થઈ શકે છે બહાર ? રોહિત શર્મા અને દ્રવિડનું સપનું તૂટશે

2 Min Read
  • એશિયા કપ ૨૦૨૩ રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ આ કપને વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારી તરીકે જોઈ રહી છે. પરંતુ અત્યાર સુધી વરસાદે ટીમ માટે મુશ્કેલી ઊભી કરી છે. ભારતની સુપર-૪ની ત્રણેય મેચો વરસાદને કારણે ધોવાઈ શકે છે.

એશિયા કપ ૨૦૨૩ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીના સંદર્ભમાં પણ આ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર ૫ ટીમો એશિયા કપમાં ભાગ લઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ગ્રુપ રાઉન્ડમાં નેપાળને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયાએ સુપર-૪માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-૪ રાઉન્ડની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર- ૪ રાઉન્ડની વાત કરીએ તો આ મેચ માટે માત્ર રિઝર્વ ડેની જોગવાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ૧૦ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે તે આજે એટલે કે ૧૧ સપ્ટેમ્બરે પૂરી થશે. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ ૨૪.૧ ઓવરમાં ૨ વિકેટે ૧૪૭ રન બનાવી લીધા હતા. આજે પણ વરસાદ પડયો છે હવે મેચ ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-૪ મેચ રમાઈ રહી છે. સુપર-૪ની અન્ય મેચો અને ફાઈનલ પણ કોલંબોમાં જ યોજાવાની છે. આગામી એક સપ્તાહની વાત કરીએ તો કોલંબોમાં ૬૦ થી ૯૦ ટકા વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સુપર-૪ની તમામ મેચો પર વરસાદનો ખતરો છે. જો સુપર-૪ની બાકીની મેચો વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ૨ મેચના પરિણામ ભારતીય ટીમ માટે મુશ્કેલી બની શકે છે.

આ પણ વાંચો :-

Share This Article