Saturday, Sep 13, 2025

નશાની હાલતમાં વધુ એક નબીરાએ નડિયાદમાં ૩ વાહનોને લીધા અડફેટે, લારી ચાલક ઘાયલ, દારૂની બોટલ જપ્ત

2 Min Read
  • નડિયાદના કોલેજ રોડ પર નબીરાએ સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં કાર ચલાવી ૩ વાહનોને લીધા અડફેટે, નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી.

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યાં છે. ત્યારે આજે ખેડા જિલ્લાના નડિયાદમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

નડિયાદમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે કાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારચાલકે લારી સહિત ૩ વાહનોને લીધા અડફેટે :

પ્રાપ્ત વિગતો અનુસાર, નડિયાદના કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે સ્વિફ્ટ કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત ૩ વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી.

કારમાંથી મળી આવી દારૂની બોટલ :

જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે બાદ પોલીસે કારચાલક પરપ્રાંતિય રવિ સિંઘની અટકાયત કરી હતી. હાલ નડિયાદ ટાઉન પોલીસે કારચાલક સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article