Thursday, Oct 23, 2025

ઐશ્વર્યા રાયની આંખો કેમ ચિકની-ચમકિલી દેખાય છે? મંત્રીને પડી ગઈ ખબર…

2 Min Read
  • મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ત્યારે એવો જાણીએ સમગ્ર મામલો આ અહેવાલમાં !

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી વિવાદમાં ઘેરાયા છે. આદિજાતિ વિભાગના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત તેમના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક ભાષણ દરમિયાન મંત્રી ગાવિત માછલી ખાવાના ફાયદા જણાવતા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે માછલી ખાવાથી અભિનેત્રી ઐશ્વર્યા રાયની આંખો અને ત્વચા આકર્ષિત અને સુંદર લાગે છે. આ વિવાદને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ધુલે જિલ્લાના અતુરલી ખાતે આદિવાસી માછીમારો માટે માછલી પકડવા માટેના સાધનોની વહેંચણી માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી ડો.વિજયકુમાર ગાવિતે હાજરી આપી સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તમે ઐશ્વર્યા રાયની આંખો જોઈ છે? તેણીની આંખો તેજસ્વી અને ચમકદર છે. જેની પાછળનું કારણ એ છે કે તે રોજ માછલી ખાય છે.

મંત્રી ડો.ગાવિત આટલેથી અટક્યા ન હતા. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે માછલી ખાવાથી સ્ત્રીઓ અને પુરૂષોનો ચહેરો ચમકવા લાગે છે. જે સુંદર દેખાય છે અને તેની આંખો ચમકતી દેખાવા લાગે છે. આ ઉપરાંત માછલીના ફાયદા જણાવતા તેઓએ કહ્યું હતું કે માછલીમાં એક પ્રકારનું તેલ હોય છે. જે તેલથી આંખોમાં ચમક અને શરીરની ત્વચા નિખરે છે.

આ પણ વાંચો :-

Share This Article