Wednesday, Oct 29, 2025

જામનગરમાં તુંતુંમૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી, મેયર બીનાબેનના પરિવારજનો પહોંચ્યા…

3 Min Read
  • રીવાબાએ જાહેરમાં ગુસ્સો કર્યા બાદ મેયર બીનાબેનના પરિવારજનો ભાજપ શહેર પ્રમુખને મળવા પહોંચ્યા… પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો.

જામનગરના સાંસદ અને મેયરને ખખડાવનારા ધારાસભ્ય રીવાબા જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે. જોકે, જામનગરમાં ભાજપના મહિલા નેતાઓ વચ્ચે ઝઘડો હજુ શાંત ન હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા હતા.

મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો. મેયરનું અપમાન અસહ્ય છે. રીવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં એવું નહિ થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા આપી છે.

મહત્વનું છે કે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેના પડઘા દિલ્હી સુધી પડયા છે. એક તરફ મેયર આ ઘટનાને ભાજપનો પારિવારિક મામલો ગણાવી રહ્યા છે.

પત્રિકાકાંડ બાદ ભાજપમાં મહિલાઓની તુંતુંમેંમેં :

શિસ્તબદ્ધ ગણાતી ભાજપની ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક ચણભણનો વીડિયો વાયરલ થતા જ ચર્ચા ઉઠી હતી. છેક દિલ્હી સુધી આ ચડસાચડસીનો અવાજ સંભળાયો હતો. ભાજપમાં પત્રિકાકાંડનો વિવાદ હજુ શમ્યો ન હતો, ત્યા જામનગરમાં મહિલા નેતાઓ જાહેરમાં બાખડયા હતા.No description available.શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરના મેયરને કહ્યું કે, ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા, આની પાછળ તમે છો. ‘તમે જ સળગાવ્યું છે’ તેમ જણાવીને સમજાવવા ગયેલા સાંસદ પૂનમબેન માડમ પણ ધારાસભ્ય રિવાબાની ઝપટે ચડી ગયા હતા. રીવાબા જાડેજાએ ‘ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા’ તેવું મેયર બીનાબેનને રોકડું પરખાવી દીધું હતુ. આ બાદ મામલો ગરમાયો હતો.

બીનાબેનના પરિવારો ભાજપ કાર્યાલય પહોંચ્યા :

જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી.

આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતાં.

મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે મેયરનું અપમાન અસહ્ય છે. રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article