Saturday, Sep 13, 2025

વાલીઓને ચેતવતા CCTV ! સુરતમાં ત્રીજા માળેથી કિશોરી ફૂટબોલની જેમ નીચે પટકાઈ

2 Min Read
  • સુરતમાં વાલીઓ માટે ફરી એકવાર લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વરાછા યોગી ચોક સ્થિત એક સોસાયટીની ગેલેરીમાંથી કિશોરી નીચે પટકાઈ હોવાનો CCTV વાઇરલ થયો છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર મેઈન ગેટની અંદર બાંકડા ઉપર બેસેલા વૃદ્ધો કિશોરીને નીચે પડતા જોઈ હેબતાઈ ગયાં હતાં. કિશોરીને પટકાયેલી જોઈ માતા બેભાન થઈ ગઈ હતી. બાદમાં કિશોરીને તાત્કાલિક ઉપાડી હોસ્પિટલ લઈ જવાઈ હતી. કિશોરી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.

કિશોરી ઉપરથી નીચે પટકાઈ ત્યારે તેણીનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા સિમેન્ટ કોંક્રિટના રોડ પર અથડાયાં હતાં. જેથી હાથમાં વધારે ઈજા છે. માથામાં ગંભીર ઈજા છે. જો કે સીસીટીવી પ્રમાણે જોઈએ તો સીધું માથું અથડાયું હોત તો કદાચ કિશોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોત તેમ સ્થાનિકોએ કહ્યું હતું.

સરથાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ઘટના શનિવારે ૧૧ વાગે બની હતી. એક કિશોરી યોગીચોક તુલસી પાર્ક સોસાયટીના એક મકાનના ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. ત્યારબાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલ પછી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવાય હતી. બાળકી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.

સ્થાનિક લોકોએ કહ્યું કે કિશોરી રમતા રમતા નીચે પટકાઈ હતી. ગેટ પાસેના CCTVમાં આખી ઘટના કેદ થઈ હતી. બાકડાઓ પર બેસેલા વૃદ્ધ બાળકીને નીચે પટકાતા જોઈ હેબતાઈ ગયા હતા. જોકે તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકીને ઉપાડી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળકી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article