HomeEntertainmentઅંબાણી કે અદાણી નહીં પરંતુ આ વ્યક્તિ ભરે છે સૌથી વધુ ટેક્સ,...

અંબાણી કે અદાણી નહીં પરંતુ આ વ્યક્તિ ભરે છે સૌથી વધુ ટેક્સ, નામ જાણીને બે ઘડી ચોંકી જશો

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img
  • આવકવેરા ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. તમારી પાસે હવે માત્ર ૦૪ દિવસનો સમય બચ્યો છે. જો તમે હજુ સુધી ટેક્સ નથી ભર્યો તો જલદી ભરી નાખો.

આવકવેરા ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. તમારી પાસે હવે માત્ર ૦૪ દિવસનો સમય બચ્યો છે. જો તમે હજુ સુધી ટેક્સ નથી ભર્યો તો જલદી ભરી નાખો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં કોણ સૌથી વધુ આવકવેરો ભરે છે.

આ સવાલનો જવાબ સાંભળીને તમારા બધાના મનમાં પહેલો ખ્યાલ તો અંબાણી-અદાણી, ટાટા કે બિરલાનો આવતો હશે પરંતુ તમે ખોટા છો. ભારતમાં અંબાણી કે અદાણી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ સૌથી વધુ આવકવેરો ભરે છે. તેનું નામ સાંભળીને બે ઘડી તો તમે વિશ્વાસ નહીં કરી શકો.

જો આપણે ઈન્ડિવિઝયુઅલ આવકવેરાની વાત કરીએ તો કોર્પોરેટ લીડર્સની સરખામણીમાં અનેક એવા સેક્ટર છે જે વધુ ટેક્સ ભરે છે. આવકવેરા ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી જાણકારી મુજબ જો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની વાત  કરીએ તો તે સમયે સૌથી વધુ ટેક્સ બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે ચૂકવ્યો હતો. અભિનેતા અક્ષયકુમારે વર્ષ ૨૦૨૨માં ૨૯.૫ કરોડ રૂપિયા ટેક્સ ભર્યો હતો. તેણે પોતાની એક વર્ષની કમાણી ૪૮૬ કરોડ રૂપિયા ગણાવી હતી.

બોલીવુડના સિતારાઓમાં ટોપમાં ગણાતા અક્ષયકુમાર સૌથી વધુ ફી ચાર્જ કરે છે. આ ઉપરાંત અક્ષયકુમારનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે અને તે સ્પોર્ટસ ટીમ પણ ચલાવે છે. તદઉપરાંત અનેક બ્રાંડના એન્ડોર્સમેન્ટથી પણ તેમને કમાણી થાય છે.

ભારતમાં ઈન્ડિવિજ્યુઅલ આવકવેરો ભરવાના મામલે અક્ષયકુમાર પહેલા નંબરે છે. દેશના સૌથી મોટા કરદાતા રહેલા અક્ષયકુમારને આ બદલ ‘સન્માન પત્ર’ એવોર્ડ પણ મળ્યો છે. અક્ષયકુમાર ૨૦૨૨ અગાઉ પણ આવકવેરો ભરવામાં દેશમાં નંબર-૧ રહ્યા છે. વર્ષ ૨૦૨૧માં એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે તેમણે ૨૫.૫ કરોડ રૂપિયા આવકવેરો ભર્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories