Saturday, Sep 13, 2025

તાપીના ઘસમસતા પ્રવાહમાં જીવનાં જોખમે સેલ્ફી, બંદોબસ્તના અભાવે કોઝ વે મનોરંજન સ્થળ બન્યું

2 Min Read
  • સુરતમાં ભારે વરસાદના કારણે ઘણા દિવસોથી તાપી નદી પરનો કોઝ વે વાહનવ્યવહાર માટે બંધ છે. નદીનું જળસ્તર ઊંચુ આવ્યું છે. ઘસમસતા પ્રવાહથી રમણીય નજારો સર્જાયો છે.

જેથી લોકો અહિં મોટી સંખ્યામાં ઉમટીને જીવને જોખમમાં મૂકીને પણ કોઝવે પર નદીના પ્રવાહમાં વચ્ચે સુધી પહોંચી જઈને સેલ્ફી લેવાની સાથે સાથે જોખમી ફોટોગ્રાફી કરતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે અગાઉ રાંદેર પોલીસ દ્વારા બંદોબસ્ત આપવાની વાત થઈ હતી. પરંતુ કોઈ જ સુરક્ષા ન હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કોઝ-વે મોજ મસ્તી કરવાનું સ્થળ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસ અને કોર્પોરેશનની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. કોઝવે બંધ કરાયા છતાં પણ લોકો લટાર મારવા નીકળી રહ્યાં છે. યુવાનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ઘણા તો પોતાના પરિવાર સાથે પણ અહિં ફોટોગ્રાફિ કરતાં જોવા મળી રહ્યાં છે.

અગાઉ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંદેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવાની વાત કરવામાં આવી હતી. જો કે આ વાત માત્ર હવામાં જ રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. બેરોકટોક રીતે લોકો અહિં ફરી રહ્યાં છે.સાથે જ મોજ મજા કરતાં હોય અને જાણે દરિયા કિનારે મસ્તી કરતાં હોય તે પ્રકારનો દ્રશ્યો ચિંતા ઉપજાવે તેવા હોવાનું લોકો કહી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Share This Article