HomeNationalઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતો માટે રિલાયન્સ ફાઉન્ડેશને કરી મોટી જાહેરાત

ઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતો માટે રિલાયન્સ ફાઉન્ડેશને કરી મોટી જાહેરાત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Reliance Foundation made  

  • Odisha train accident : ઓડિસા ટ્રેન દુર્ઘટના બાદ રિલાયન્સ ફાઉન્ડેશન બચાવ કામગીરી કરતા કાર્યકરોની સેવા માટે આગળ આવ્યું.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં (Balasore train accident in Odisha) મૃત્યુ આંક વધી રહ્યો છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે લગભગ 288 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ અનેક પીડિતો હજી પણ હોસ્પિટલમાં છે. આવામાં દેશનો ઉદ્યોગપતિ પરિવાર પીડિતોના વ્હારે આવ્યો છે.

ટોચના ઘનાઢ્ય અંબાણી પરિવાર થકી ચાલતા રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) પીડિતોને વિવિધ મદદ પહોંચાડી રહ્યું છે. આ અકસ્માત બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આગળ આવ્યા છે. અંબાણી જૂથના રિલાયન્સ ફાઉન્ડેશને પીડિતોની મદદ માટે દાનની જાહેરાત કરી છે.

આ અકસ્માત બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ (Nita Ambani) શોક વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે ઉભી છું અને ભારે હૃદયથી સંવેદના વ્યક્ત કરું છું. હું આ દુર્ઘટનાને કારણે થયેલા દુઃખને દૂર કરી શકતી નથી. પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે પીડિતોની સાથે મજબૂતીથી ઉભા છીએ.

હાલ રિલાયન્સ ફાઉન્ડેશન અકસ્માત બાદ લોકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યું છે. દુર્ઘટના બાદ રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ બાલાસોરમાં મદદ માટે પહોંચી ગઈ હતી. હાલ આ ટીમ બાલાસોર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમે અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવાનું કાર્ય હાથ ધર્યુ હતું. તેમજ હોસ્પિટલમાં માસ્ક, ઓઆરએસ, બેડશીટ, ગ્લોવ્ઝ, લેમ્પ્સ અને ગેસ કટર જેવી તાત્કાલિ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી હતી.

સહાય પેકેજ જાહેર કર્યું :

– Jio-BP નેટવર્કથી એમ્બ્યુલન્સ માટે મફત ઈંધણ

– રિલાયન્સ સ્ટોર્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આગામી છ મહિના માટે લોટ, ખાંડ, કઠોળ, ચોખા, મીઠું અને રાંધણ તેલ સહિત મફત રાશન સપ્લાયની જોગવાઈ

– ઈજાગ્રસ્તોને ઝડપી સાજા થવા માટે મફત દવાઓ

– અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની તબીબી સારવાર

– ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક પરામર્શ સેવાઓ.

– જો જરૂરી હોય તો જિયો અને રિલાયન્સ રિટેલ દ્વારા મૃતકના પરિવારના સભ્યને રોજગારની તકો પૂરી પાડવી

– વિકલાંગ લોકો માટે વ્હીલચેર, પ્રોસ્થેસિસ સહિતની સહાયની જોગવાઈ

– નવી રોજગારીની તકો શોધવા અસરગ્રસ્ત લોકોને વિશેષ કૌશલ્ય તાલીમ

– તેમના પરિવારની એકમાત્ર કમાણી ગુમાવનાર મહિલાઓ માટે માiક્રોફાઈનાન્સ અને તાલીમની તકો

– આપત્તિ અસરગ્રસ્ત ગ્રામીણ પરિવારોને વૈકલ્પિક આજીવિકા માટે ગાય, ભેંસ, બકરી, પક્ષીઓ જેવા પશુધન પૂરા પાડવા

– શોકગ્રસ્ત પરિવારના સભ્યોને તેમની આજીવિકા પુનઃનિર્માણમાં મદદ કરવા માટે એક વર્ષ માટે મફત મોબાઇલ કનેક્ટિવિટી

આ બાદ રિલાયન્સ ફાઉન્ડેશન પીડિતો માટે મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 10-પોઈન્ટ સહાય પેકેજની જાહેરાત કરી છે. આ લાભોમાં મૃતકના પરિવારના સભ્ય માટે 6 મહિના માટે મફત રાશન, દવાઓ અને રોજગાર આપવામાં આવશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img