Hockey Junior Asia Cup
- જૂનિયર હોકી એશિયા કપ ૨૦૨૩ની સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.
૨૩ મેથી ૧ જૂન વચ્ચે ઓમાનમાં ૧૦ ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી (Men’s Junior Hockey) એશિયા કપ ૨૦૨૩નું (Asia Cup 2023) આયોજન કરાયું હતું. ઓમાનના સલાલાહમાં જુનિયર એશિયા હોકી કપ રમાઈ રહો છે. જેમાં ભારતીય હોકી ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આજે ગુરુવારે એશિયા કપની ફાઈનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર સોમાંચક મુકાબલો ખેલાયો હતો. આજે ગુરુવારે (૧ જૂન) રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ૨-૧થી જોરદાર જીત પોતાને નામે કરી હતી.
૮ વર્ષ બાદ યોજાયેલ કપની આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. જુનિયર હોકી ભારતીય ટીમ સૌથી વધુ વખત એશિયન ટાઈટલ જીતનારી ટીમ બની છે. ૩૧ મેના રોજ ૨ સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. જેમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.
સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે
મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફીની જંગમાં ભારતે સફળતા હાંસલ કરી છે. ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને ૨-૧ના સ્કોરથી હરાવ્યા છે. ભારતીય ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે.પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે.
આ પણ વાંચો :-
- ગુજરાતમાં ચોમાસું વહેલુ આવશે કે મોડું, આવી ગઈ એકદમ સચોટ આગાહી
- Asaram Case : આસારામના પરિવારની મુશ્કેલી વધશે