Sunday, Sep 14, 2025

BIG BREAKING : પાવાગઢમાં ફરી મોટી દુર્ઘટના ; વિશ્રામ કુટિર ઉતારતી વખતે ૦૩ લોકો દટાયા, ૦૨ ઈજાગ્રસ્ત

2 Min Read

BIG BREAKING

  • પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત અને ૦૯ યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

યાત્રાધામ પાવાગઢમાં (Pilgrimage Pavagadh) ફરી એક વખત મોટો અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. વિશ્રામ કુટિર (Rest cottage) ઉતારવાની કામગીરી દરમ્યાન ફરી એક મોટો અકસ્માત થયો છે. ફરી એક વખત વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો દબાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં ૦૩ શ્રમિકો દબાયા હોવાના અહેવાલ છે. હાલ ત્રણેય શ્રમિકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં (Halol Referral Hospital) સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત ૦૨ શ્રમિકોને રીફર કરાયા છે.

પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત અને ૦૯ યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અત્રે નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા જ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માઈ ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો હતો. જેમાં ૧૦થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું હતું. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. એટલું જ નહીં ૦૨ બાળકો અને ૦૩ મહિલાઓ સહિત ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article