WTC Final
- WTC Final 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.
ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) આ દિવસોમાં આઈપીએલ 2023માં બોલિંગ નથી કરી રહ્યો. ત્યારબાદ તેની ઈજાને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.
ભારતનો આ ખતરનાક ખેલાડી WTC ફાઈનલ પહેલા ઘાયલ થયો હતો?
શનિવારે ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની સાત વિકેટની હાર દરમિયાન ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર આપવામાં આવી ન હતી. જેના કારણે તેની ફિટનેસ વિશે અટકળો શરૂ થઈ હતી પરંતુ ટીમના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે કહ્યું કે ફિટનેસ કોઈ મુદ્દો નથી.
ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર :
ગુરબાઝે કહ્યું, ‘કોચ અને ટીમ મેનેજમેન્ટ આ વિશે મારા કરતાં વધુ સારી રીતે જાણે છે. હું આ વિશે કશું કહી શકું તેમ નથી. કદાચ આ કોઈ ખાસ રણનીતિ છે. શાર્દુલ ઠાકુરને ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક હથિયાર માનવામાં આવે છે. શાર્દુલ ઠાકુર શાર્પ સ્વિંગ બોલિંગ સાથે તોફાની બેટિંગમાં માહેર છે.
શાર્દુલ ઠાકુરે ભારત માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 27 વિકેટ ઝડપી છે. શાર્દુલ ઠાકુરના નામે 35 વનડેમાં 50 વિકેટ અને 25 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 33 વિકેટ લેવાનો રેકોર્ડ છે. શાર્દુલ ઠાકુર પણ નીચલા ક્રમમાં તોફાની બેટિંગ કરે છે.
આ પણ વાંચો :-