Where the husband and wife
- Lieutenant Rekha Singh : ગલવાન ઘાટીમાં જૂન 2020માં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા નાયક દીપક સિંહની પત્ની રેખા સિંહને લેફ્ટિનેન્ટ તરીકે શનિવારે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
ગલવાન ઘાટીમાં (Galwan Ghati) જૂન 2020માં ચીની સૈનિકો (Chinese soldiers) સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા નાયક દીપક સિંહની પત્ની રેખા સિંહને લેફ્ટિનેન્ટ તરીકે શનિવારે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
અધિકારીઓ પ્રમાણે રેખા સિંહ (29) ને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાજર ફ્રન્ટ લાઇન એકમમાં તૈનાત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ સિંહે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)માં તેમની એક વર્ષની તાલીમ પૂર્ણ કરી છે અને તેમને આર્મી ઓર્ડનન્સ કોર્પ્સમાં (Army Ordnance Corps) પોસ્ટ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે લેફ્ટિનેન્ટ રેખા સિંહને પૂર્વી લદ્દાખમાં એક ફ્રન્ટ લાઈન મોર્ચાના એકમમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમના પતિ નાયક દીપક સિંહ બિહાર રેજીમેન્ટની 16મી બટાલિયનમાં હતા અને તેમને 2021માં મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્ર યુદ્ધમાં વીરતા માટે આપવામાં આવતો દેશનો ત્રીજો સૌથી મોટો પુરસ્કાર છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂન 2020ના ચીની સૈનિકોની સાથે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ વધી ગયો હતો.
દીપક સિંહના વીર ચક્ર પ્રશસ્તિપત્ર મુજબ, તેમણે 30 થી વધુ ભારતીય સૈનિકોની સારવાર અને જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રશસ્તિપત્ર મુજબ, નાઈક દીપક સિંહે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને અનુકરણીય હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
સેનાએ ટ્વીટ કર્યું કે, “શહીદ નાઈક (નર્સિંગ આસિસ્ટન્ટ) દીપક સિંહની પત્ની મહિલા કેડેટ રેખા સિંહ, ઓટીએમાંથી તાલીમ પૂર્ણ કર્યા પછી ભારતીય સેનામાં જોડાઈ છે.”
આ પણ વાંચો :-