Saturday, Sep 13, 2025

વોડકા પછી આર્યન ખાને શરુ કર્યો કપડાનો બિઝનેસ, જાણો કઈ છે બ્રાંડ અને કેટલી હશે કપડાની કીંમત

3 Min Read

After Vodka

  • શાહરુખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે આર્યન ખાનની બ્રાન્ડના લેધર જેકેટમાં જોવા મળે છે. બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન સહિત અન્ય મોડેલ આ કપડામાં જોવા મળે છે. આ બ્રાન્ડ અંતર્ગત જેકેટ, હુડી અને ટીશર્ટ સહિતના કપડા મળશે.

શાહરુખ ખાનના (Shah Rukh Khan) દીકરા આર્યન ખાને 25 વર્ષની ઉંમરમાં બીજો બિઝનેસ શરૂ કર્યો છે. આ પહેલા આર્યન ખાને પોતાની વોડકા બ્રાન્ડ (Vodka brand) લોન્ચ કરી હતી. ત્યારે હવે તેણે ક્લોથીંગ બિઝનેસ શરૂ કર્યો છે. જે અંતર્ગત તાજેતરમાં જ તેણે ડી યાવોલ એક્સ નામથી લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ (Luxury streetwear brand) લોન્ચ કરી છે. જેના માટેની જાહેરાત આર્યન ખાને (Aryan Khan) ડિરેક્ટ કરી હતી અને બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન છે.

શાહરુખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે આર્યન ખાનની બ્રાન્ડના લેધર જેકેટમાં જોવા મળે છે. બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન સહિત અન્ય મોડેલ આ કપડામાં જોવા મળે છે. આ બ્રાન્ડ અંતર્ગત જેકેટ, હુડી અને ટીશર્ટ સહિતના કપડા મળશે. જોકે આ કપડાની કિંમત અંગે હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તેને ક્યાંથી ખરીદી શકાશે તે ખુલાસો થયો છે. 30 એપ્રિલ 2023 ના રોજ આ બ્રાન્ડની લિમિટેડ રિલીઝ કરવામાં આવશે.

https://www.instagram.com/p/CrkmpzbISxl/?utm_source=ig_embed&utm_campaign=loading

આર્યન ખાને આ બિઝનેસ પોતાના બે મિત્રો સાથે મળીને શરૂ કર્યો છે. આ કપડાનું વેચાણ 30 એપ્રિલ થી શરૂ થશે. જોકે હાલ આ કપડા ઓનલાઈન જ મળશે. શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે 30 તારીખે થોડા જ કપડાં સેલ માટે રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાને આ પહેલા પણ ખુલાસો કર્યો હતો કે તેના દીકરા આર્યન ખાનને અભિનયમાં રસ નથી. તેને રાઈટીંગ અને ડિરેક્શન માં રસ છે તે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરે છે. આર્યન ખાને એક વેબ સિરીઝ માટે પણ રાઈટીંગ કર્યું છે. જેનું ડાયરેક્શન પણ તે જ કરશે. આ વેબ સિરીઝ રેડ ચિલિઝના બેનર હેઠળ બનશે. ચર્ચા એવી પણ છે કે આ વેબ સિરીઝ amazon prime વિડીયો પર રિલીઝ થશે.

આ પણ વાંચો :-

Share This Article